બગથળા નજીક લાકડા માથે પડતા શ્રમિક યુવાનનું મોત

- text


મોરબી : મોરબી તાલુકાના બગથળા નજીક આવેલ ફેકટરીમાં ટ્રકમાંથી લાકડા ઉતરતી વખતે લાકડા માથે પડતા શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું.

- text

જાણવા મળતી વિગતો મુજબ બગથળા નજીક આવેલ યુરલવા વુડ નામની ફેકટરીમાં ટ્રકમાંથી લાકડા ઉતારી રહેલા યુવરાજભાઈ રાજસ્થાની ઉ.૩૧ નામના શ્રમિક યુવાન ઉપર લાકડાનો જથ્થો પડતા આ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text