૧૭ ફેબ્રુઆરીએ હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી

- text


માળીયા મિયાણા નગર પાલિકાના વોર્ડ નંબર ૧ ની પેટા ચૂંટણી યોજાશે

મોરબી : રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૭૫ નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત મોરબી જિલ્લામાં હળવદ પાલિકાની સામાન્ય અને માળીયા મિયાણા પાલિકાની પેટા ચૂંટણી ૧૭ ફેબ્રુઆરીએ યોજાશે અને ૧૯ મીએ પરિણામ જાહેર થશે.

- text

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નગરપાલિકાઓનું ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડયું છે જેને પગલે ઉક્ત તમામ નગરપાલિકાઓમાં આજથી આચાર સહિત અમલી બની છે, ચૂંટણી પંચે જાહેર કરેલા ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ૨૯ મીથી ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થશે જે તા. ૩ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે અને તા. ૫ ના રોજ ઉમેદવારીપત્રની ચકાસણી કરાશે અને તા. ૬ ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ હશે.

હળવદમાં સામાન્ય ચૂંટણી અને માળીયા મિયાણાની વોર્ડ નંબર ૧ ની પેટા ચૂંટણી માટે તા. ૧૭ ફેબ્રુઆરીના રોજ મતદાન થશે અને ૧૯ મીએ મતગણતરી હાથ ધરવામાં આવશે.

- text