વાંકાનેરના પીપળીયારાજમાં કપાસ ભરેલો ટ્રક સળગ્યો

- text


વાંકાનેર : વાંકાનેરના પીપળીયા રાજ ગામે ટ્રકમાં કપાસ ભરતી વેળાએ આગ લાગતા નાના એવા ગામમાં ભારે ચકચાર જાગી હતી.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામમાં વેપારી ખેડૂતો પાસેથી ખરીદેલ કપાસ ટ્રકમાં ભરી રહ્યા હતા ત્યારે અચાનક કપાસમાં આગ લાગી હતી. કપાસમાં આગ લાગતાની સાથે જ લોકો ભેગા થઇ ગયા હતા અને બાદમાં મજૂરોએ ગાડીમાંથી સળગતો કપાસ નીચે ફેંકી દઈ બળેલ કપાસ પર પાણી છાંટીને આગ કાબુમાં લીધી હતી.

- text

ટ્રક પરથી પસાર થતી ઇલેક્ટ્રિક સર્વિસમાં સ્પાર્ક થયો હતો જેનાથી કપાસમાં આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે જો કે સમય સુચકતાના લીધે થોડા કપાસના બગાડ સિવાય ખાસ નુકશાન થયું ન હતુ અને કોઈ જાનહાની પણ થઇ ન હતી.

- text