રાજ્યકક્ષમાં સાયન્સ ફેરમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ

- text


મોરબી : મોરબી નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાના સાયન્સફેરમાં ભાગ લઈ અદભુત કૃતિ રજુ કરી મોરબીનું ગૌરવ વધાર્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ સાયન્સ ફેરમાં મોરબી નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી તારીખ – ૨૦ થી ૨૩ જાન્યુઆરીના રોજ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ ૨૦૧૮ જીસીઆરટી માન્ય ગુજરાત રાજ્યના ૪૫ માં સાયન્સ ફેરમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ (૧) ભોરણિયા પ્રિન્સ, (૨) બાવરવા ક્રિસે મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

- text

રાજયકક્ષાના સાયન્સ ફેરમાં અલગ અલગ જિલ્લામાંથી ૪૭૨ જેટલી કૃતિઓ વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ રજુ કરી હતી, જેમાં નવયુગના વિદ્યાર્થીઓએ વિભાગ-૫ ની ડિજિટલ ઉકેલ દ્વારા અકસ્માત નિવારણની કૃતિ રજુ કરી હતી, આ કૃતિ બનાવવા માટે પૂરતું માર્ગદર્શન આપનાર નવયુગના વિજ્ઞાન શિક્ષકશ્રી ધવલભાઈ છનીયારાને તેમજ બંને બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓને આ સાયન્સફેરમાં ભાગ લઈ નવયુગનું અને મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે.

આ સિદ્ધિ બદલ નવયુગ સંકુલના પ્રમુખ પી.ડી.કાંજીયા અને નવયુગ પરિવાર ગૌરવની લાગણી અનુભવવાની સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભકામના પાઠવી હતી.

- text