એજ્યુકેશન ઇનોવેશન ફેર માં હાજરીધ્વજનો નવો કોન્સેપ્ટ રજૂ કરતા મોરબીના શિક્ષક

- text


મોરબી : મોરબીની શાંતિવન સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકે ગાંધીનગર ખાતે યોજયેલ એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં શાળાના ક્લાસરૂમમાં બાળકોની હાજરી વધારવા હાજરીધ્વજનો નવીનતમ કોન્સેપ્ટ રજુ કરી શિક્ષણક્ષેત્રે નવો પ્રયોગ રજુ કર્યો હતો.

- text

ઇનોવેશન ઓફ એજ્યુકેશન ફેરમાં શાળામાં વિદ્યાર્થીઓની ઓછી હાજરીનો ઉકેલ હાજરી ધ્વજ રૂપે શોધી કાઢી મોરબીના શિક્ષકે જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન રાજકોટ તરફથી અભિનંદન મેળવ્યા છે, મોરબીની શાંતિવન પ્રાથમિક સ્કૂલના શિક્ષક મનન એસ.બુદ્ધદેવ દ્વારા શાળામાં ગેરહાજર રહેતા બાળકોની હાજરી નિયમિત બને તે માટે હાજરી ધ્વજનો નવીનતમ પ્રયોગ હાથ ધરી બાળકોની હાજરી શાળામાં વધે તે માટે પ્રયોગ હાથ ધરી જે ક્લાસમાં સૌથી વધુ બાળકો હાજર હોય તે ક્લાસમાં આખો દિવસ હાજરી ધ્વજ ફરકાવવાનો પ્રયોગ કર્યો હતો.

શાંતિવન પ્રાથમિક શાળાના આ હાજરીદવજના પ્રયોગને કારણે ક્લાસરૂમમાં બાળકોની હાજરીમાં નોંધપાત્ર વધારો થતાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા શિક્ષકને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text