એમ.ઇ. ઇલેક્ટ્રિકલમાં મોરબીના આતુર દફતરીને ગોલ્ડ મેડલ

- text


\પાવર ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ ડ્રાઇવસમાં સિદ્ધિ બદલ જીટીયું દ્વારા બહુમાન કરી એવોર્ડ અપાયો

મોરબી : એમ.ઇ.ઇલેક્ટ્રિકલમાં અભ્યાસ કરતા મોરબીના આતુર દફ્તરીને પાવર ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ વિષય પર સિદ્ધિ મેળવતા તાજેતરમાં જીટીયું દ્વારા ગોલ્ડ મેડલ એનાયત કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવોની હાજરીમાં સન્માન કરાયું હતું.

- text

મોરબીના આતુર અશ્વિનભાઈ દફ્તરીએ એમ.ઇ.ઇલેક્ટ્રોનિકના અભ્યાસક્રમ દરમિયાન ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ અને પાવર ઇલેક્ટ્રોનિક્સ વિષયમાં મહત્વની સિદ્ધિ મેળવતા ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટી દ્વારા વર્ષ ૨૦૧૭ અંતર્ગત ગોલ્ડ મેડલ થકી બહુમાન અપાયું હતું.

એક વિશેષ સમારોહમાં આતુર અશ્વિનભાઈ દફતરીને એવોર્ડ એનાયત કરાયો હતો જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ ઓ.પી.કોહલી, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વાઇસ ચાન્સલર ડો.નવીન શેઠ, વાઇસ ચેરમેન પુનિયા, રજિસ્ટાર પંચાલ, પ્રિન્સિપલ સેક્રેટરી અંજુબેન સહિતના હાજર રહ્યા હતા.

- text