માળીયા પોલીસની ક્ષત્રીય સમાજના આગેવાનો સાથે મિટિંગ : શાંતિનો માહોલ જાળવી રાખવા અપીલ

- text


માળીયા : માળીયા મિયાણા પીએસઆઈએ માળીયા તાલુકાના 17થી વધુ ગામના ક્ષત્રીય સમાજના સરપંચ અને આગેવાનો સાથે પદ્માવત ફીલ્મ ના વિરોધ પ્રદર્શન મુદ્દે મિટીંગ યોજી શાંતિનો માહોલ જાળવી રાખવા અપીલ કરી હતી.

- text

મોરબી જીલ્લાના માળીયા મિયાણા પોલીસમથકના પીએસઆઈ જે.ડી.ઝાલાએ માળીયા મિયાણા તાલુકામા આવતા વાધરવા, મોટા દહીંસરા સહીત 17 જેટલા ગામના સરપંચ અને ક્ષત્રીય આગેવાનો ને બોલાવી મોરબી સહીત સમગ્ર ગુજરાતમા કરણીસેનાના બેનર હેઠળ ક્ષત્રીય સમાજ અને રાજપુત સમાજ દ્વારા સંજય લીલા ભણશાલી રચીત પદ્માવત ફિલ્મમા રાજપુત સમાજ નુ અપમાન થાય તેવા દ્રશ્યો બતાવવામા આવ્યા છે જેના પગલે ઠેર ઠેર ટાયરો સળગાવી ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન
કરવામા આવી રહ્યા છે જે અનુસંધાને પીએસઆઈ જે.ડી.ઝાલા એ તમામ આગેવાનો સાથે પદ્માવત ફિલ્મ બાબતે મીટીંગ બોલાવીને થીયેટરો એ આ ફિલ્મ રિલીઝ ના કરવા સહમત થયા હોવા છતા આવા અહિંસક આંદોલન ન કરવા કડક સુચના આપી હતી અને જો કૉઈ હિંસક આંદોલન નો માર્ગ અપનાવશે તો કાયદાકીય રીતે કડક પગલા લેવા માં આવશે તેવી સુચના આપી શાંતિ નો માહોલ જાળવી રાખવા અપીલ કરી હતી.

- text