લજાઈ ચોકડી થી હડમતિયા સુધીના રોડનું કામ શરૂ થતા વાહન ચાલકોમા આનંદની લાગણી

- text


હડમતિયાના સામાજિક કાર્યકરોની મહેનત રંગ લાવી

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈથી હડમતીયા સુધીનો માર્ગ ગેરંટી પીરીયડમાં હોવા છતાં ચીંથરે હાલ બની ગયા બાદ અનેક રજુઆતોના અંતે પણ આ રોડ પુનઃ ન બનતા આઈટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા જંગ છેડાતા અંતે આ માર્ગનું કામ ચાલુ થતા વાહનચાલકોમાં ખુશીની લાગણી છવાઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના લજાઈ ચોકડીથી હડમતિયા સુધીનો પાંચ કિ.મીનો રોડ ગેરેન્ટીં પિરિયડમા હોવા છતા અધિકારીઅો મચક ન આપતા આ બાબતે અનેક વાર લેખિત અને મૌખિક રજુઆત બાદ આર.અેન્ડ.બી. અને માજી ધારાસભ્યને જાણ કરી હતી પણ જાણે સૌ કોઈ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ આજકાલ કરી દિવસો પસાર કરતા રહ્યા પરંતુ આ રોડ બાબતે મોરબી જીલ્લા પંચાયત સદસ્ય દિનાબેન અનિલભાઈ કામરીયા તેમજ ટંકારા તાલુકા પંચાયત ઉપપ્રમુખ જીવણસિંહ ડોડીયાઅે ધારાસભાની ચુંટણી સમયે ડિબેટમાં પણ મુદો ઉઠાવ્યો હતો. કે ” વિકાસ જુવો હોય તો લજાઈ ચોકડીથી હડમતિયા સુધીના રોડ પર જઈ આવો “તેવા કટાક્ષો પણ ડિબેટમા થયા હતા.

- text

આ રોડની બિસ્માર હાલતથી વારંવાર નાના-મોટા અકસ્માતોમા લોકોના ભોગ લેવાયા છે તેમજ વાહન પલ્ટી મારી જવાના બનાવો તો વારંવાર થતા જ રહ્યા છે. આ બાબતે નવનિયુક્ત ચુંટાયેલ ધારાસભ્ય લલિતભાઈ કગથરા તેમજ બ્રિજેશભાઈ મેરજાને પણ રોડનું વહેલી તકે કામ શરૂ કરવા જણાવેલ.

છેલ્લા અેક વર્ષથી વિલંબમા પડેલ કામ ગામના જાગૃત સામાજિક કાર્યકર પ્રવિણભાઈ મેરજા તેમજ રમેશભાઈ ખાખરીયા દ્વારા આર.ટી.આઈ શસ્ત્રનો ઉપયોગ કરાતા જાણે તંત્ર કુંભકર્ણની નિદ્રાંમાંથી સફાળુ જાગ્યું હોય તેમ પુરજોશમા કામ ચાલી રહ્યું હોવાથી રાહદારીઅોઅે નિરાંતનો શ્વાસ લીધો હોય તેમ આનંદની લાગણી છવાઈ છે.

છતા આ રોડ બાબતમા રોડની જાડાઈ (થિકનેશ) જે હોવી જોઈઅે તે બાબતમાં થોડી કસર જોવા મળી રહી છે.વિશેષમાં જો આર.ટી.આઈ.નો ખરા અર્થમાં ઉપયોગ થાય તો કોન્ટ્રાક્ટરો અને અધિકારીઅોની મિલિભગત અથવા જાણતા અજાણતા થતા ભ્રષ્ટાચારને નાથી શકાય તે ઉપરની બાબતને સિધ્ધ કરે છે.

 

- text