હળવદમાં જનજાગૃતિ અર્થે ઇંધણ બચાવો સાયકલ રેલી યોજાઈ

- text


ભારત સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઈંધણ બચાવો દેશ બચાવો હેતુથી સાયકલ રેલીનું આયોજન

હળવદ : ઈધણ બચાવો દેશ બચાવોના નારાથી આજે ભારત સરકાર દ્વારા જનજાગૃતિ માટે સાયકલ રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનું સંચાલન ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ કંપની હળવદ તેમજ સાંદિપની ઇંગલિશ સ્કુલ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

ભારત સરકાર દ્વારા ઈધણ બચાવો દેશ બચાવો હેતુથી હળવદમા આજે સાયકલ રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લિમિટેડ હળવદ પેટ્રોલ પમ્પ તેમજ સાદિપની સ્કૂલના એકસોથી વધુ બાળકો સાયકલ રેલીમાં ભાગ લીધો હતો સાયકલ રેલીનું પ્રસ્થાન હળવદ વિનોબા ગ્રાઉન્ડથી લીલીઝંડી ફરકાવીને આઈ.ટી.આઈ કેમ્પસ સુધી કરવામાં આવ્યુ હતુ.બાળકોએ તેલ બચાવો દેશ બચાવો ના નારા સાથે આગળ વધ્યા અને લોકોને ઈંધણ બચાવવા પ્રત્યે જાગૃત કર્યા હતા.આ સાયકલ રેલીમા ભાગ લેનાર દરેક બાળકોને પ્રોત્સાહન રૂપે પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભારત પેટ્રોલિયમ નામ રાજકોટ ટેરેટરીના અજય દેવાશી, સાંદિપની સ્કુલના એમડી હિતેન ઠક્કર તેમજ આગેવાનો હાજર રહ્યા હતા.

- text

 

- text