કોલેજના યુવાનોએ ચાલો માણસ બનીએ અભિયાન અંતર્ગત રૂ. ૧.૩૧ લાખનો ફાળો એકત્રિત કર્યો

- text


મકરસંક્રાંતિએ પતંગ ઉડાવવાને બદલે ગંગાસ્વરૂપ બહેનો માટે દાન એકત્રિત કરતા કોલેજીયન યુવાનો

મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ મકર સંક્રાંતિએ પતંગ ઉડાવવાને બદલે ગંગાસ્વરૂપ બહેનો અને નિઃસહાય બાળકો માટે ફાળો એક્ટ્રિત કરી ચાલો માણસ બનીએ પ્રોજેકટ પૂર્ણ કર્યો હતો.

- text

વિદ્યાર્થીઓને હમેશા કઈક નવું કરવાની પ્રેરણા આપતી પી.જી.પટેલ કોલેજના ટ્રસ્ટી અને સંચાલકોના માર્ગદર્શન હેઠળ મકરસંક્રાંતિએ ચાલો માણસ બનીએ પ્રોજેકટ અંતર્ગત સવારે બે કલાક મોરબીના જુદા જુદા વિસ્તારોમાં ફરી ગંગા સ્વરૂપ બહેનો અને નિઃસહાય બાળકો માટે ફાળો એકત્રિત કર્યો હતો.

પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ પતંગ ઉડાવવાને બદલે સમાજસેવા માટે હાથ ધરેલ ભગીરથ કાર્યમાં  રૂ.૧,૩૧,૦૦૦ ફાળો એકત્રિત થયો હતો.

- text