મોરબીમાં મોબાઈલ શોપમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી નાખતી એલસીબી : બે ઝડપાયા

- text


૧૪ દિવસ પહેલા થયેલી ચોરીમાં ૯ મોબાઈલ સહિત રૂ. ૧,૧૧,૯૯૦ નો મુદામાલ કબ્જે : બે સગા ભાઈ ઝડપાયા
મોરબી : મોરબીમાં ૧૪ દિવસ પૂર્વે મોબાઈલ શોપમાં થયેલી ચોરીની ઘટનામાં એલસીબીએ સુરેન્દ્રનગરના બે તસ્કરોને ઝડપી લઈ ૧,૬૦,૨૩૦ ની ઘરફોડીના કિસ્સામાં ૧,૧૧,૯૯૦ નો મુદામાલ આરોપીઓ પાસેથી કબ્જે કરવામાં સફળતા મળી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ત્રિકોણબાગ નજીક આવેલ જલારામ મોબાઈલ નામની દુકાનમાં ગત તારીખ ૪ જાન્યુઆરીના રોજ તસ્કરોએ હાથફેરો કરી ૧૦ હજાર રોકડા અને ૧૧ મોબાઈલ મળી કુલ રૂપિયા ૧,૬૦,૨૩૦ ની ચોરી કરી હતી.

- text

આ મામલે મોરબી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસને ચોક્કસ બાતમી મળતા મોબાઈલ ચોરીની આ ઘટનામાં સંડોવાયેલ રસુલ કરીમભાઇ ભટ્ટી, મિયાણા, રે.સુરેન્દ્રનગર ટાવર પાસે અને હૈદર કરીમભાઇ ભટ્ટી રે. સુરેન્દ્રનગર ટાવર પાસે શેરી નંબર ૩ વાળાને ઝડપી લેતા બન્ને આરોપી ભાઈઓએ જલારામ મોબાઈલમાંથી ચોરેલા ૯ મોબાઈલ ફોન કિ. ૧,૧૧,૯૯૦ કાઢી આપ્યા હતા.

આમ, એલસીબી પોલીસે ત્વરિત કામગીરી કરી ૧૪ દિવસ પહેલા થયેલી ચોરીની ઘટનામાં બે સગા ભાઈઓને ઝડપી લઈ લાખો રૂપિયાનો મુદામાલ કબ્જે કરી સરાહનીય કામગીરી કરી હતી.

- text