હળવદ તાલુકાના મેરૂપરના શિક્ષકને ચિત્રકુટ એવોર્ડ અર્પણ કરતા પુ.મોરારીબાપુ

- text


ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ અગિયાર શિક્ષકોનું તલગાજરડા ખાતે ચિત્રકુટ એવોર્ડ સાથે સન્માન

ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ અગિયાર શિક્ષકોનું તલગાજરડા ખાતે પુ. મોરારીબાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતુ. મેરૂપર શાળાના શિક્ષકે એવોર્ડમાં મળેલી ધનરાશી શિક્ષણ માટે દાન કરી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ હતું.

કર્મ એજ ધર્મના જીવનમંત્ર બનાવી છેલ્લા ૧૮ વર્ષથી શિક્ષણક્ષેત્રે જોડાયેલા ધનજીભાઈ ચાવડા શિક્ષણના નાવિન્ય વિચારોને ઝીલી દરેક બાળક સુધી પહોચડવાના ઉત્તમ પ્રયત્નો સાથે શિક્ષણ ધર્મને સાચા અર્થમાં સાર્થક કરનાર કર્તવ્યનિષ્ઠ સારસ્વત છે. આવા જ કર્તવ્ય નિષ્ઠ સારસ્વતનુ ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ગુજરાતમાંથી પસંદગી કરવામાં આવી છે. ત્યારે તલગાજરડા ખાતે પુજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મેરૂપરના આચાર્ય ધનજીભાઇ ચાવડાએ પોતાને મળેલી શ્રેષ્ઠ શિક્ષક તરીકેની ધનરાશી ૨૧ હજાર શાળાના મદદનીશ શિક્ષક સતિષભાઈને ચેક અર્પણ કરી દાન કરી સેવાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

- text

આ તકે મેરૂપર પે. શાળાના રણજીતભાઈ સોલંકી, મીતાબેન પિત્રોડા, પારૂલબેન ખોખાણી, મહેશભાઈ પંચાલ સહિત શિક્ષકગણ તેમજ મેરૂપરના ગ્રામજનોએ ગામનું ગૌરવ વધારવા બદલ આચાર્ય ધનજીભાઈ ચાવડાને શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા.

- text