હળવદ પંથકની ખારી નદીમાં બેરોકટોક રેતીની ચોરી કરતા રેતમાફિયા

- text


ગ્રામજનોએ ટ્રેક્ટરોને અટકાવી રેડ કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ : માલણીયાદ ગામની ખારી નદીના પટમાં ઘણા સમયથી ચાલતી બેરોકટોક ખનીજ ચોરી : તંત્ર મૌન

હળવદ : હળવદ તાલુકાના માલણીયાદ ગામની ખારી નદીમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી બેરોકટોક ખનીજ ચોરી થઈ રહી છે. આ સમગ્ર મામલે તંત્રની જાણ બહાર રેત માફીયા ખનીજ ચોરી કરતા હોવાનું ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું છે.

રેત માફિયાઓએ નદીના પટમાં જઈ પાણીની પાઈપ લાઈન તોડી પાડતા ગામના સરપંચ સહીત ૧૦ લોકોનું ટોળુ નદીના પટમાં ધસી જતા રેત માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ બનાવના પગલે લોકોનું ટોળુ જોઈને રેત માફિયાઓ ટ્રેક્ટર ખાલી કરી નાસી છુટયા હતા. આ સમગ્ર મામલે તંત્રની જાણ બહાર થતી આ રેતીની ચોરી બાબતે ખનીજ માફિયાઓને ગ્રામજનોએ ખનીજ ચોરી કરતા અટકાવી હતી.

- text

ગ્રામજનો દ્વારા જાણવા મળતી વિગતો અનુસાર હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં સફેદ રેતીનો કાળો કારોબાર ઘણા સમયથી ચાલી રહ્યો છે ખનીજ માફિયાઓ રાતોરાત ખનીજ ચોરી કરીને સરકારી તિજોરીને નુકશાન પહોચાડી તગડી રકમ કમાતા હોય છે છતાંય તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં પોઢી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. તદુપરાંત હળવદ તાલુકાની ખારી નદીમાં છેલ્લા કેટલાક સમયથી તંત્રની જાણ બહાર રેતી માફિયાઓ બેફામ બની ખનીજ ચોરી કરી રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના માલણીયાદ ગામની ખારી નદીમા ઘણા સમયથી ભુમાફિયાઓ દ્રારા બેરોકટોક ગેરકાયેદસર રીતે નદીના પટમાં ખનીજચોરી ચાલી રહી હતી ત્યારે માલણીયાદ ગામના સરંપચ નીમુબેન ભરતભાઈ, પંકજભાઈ સહીતના મોટી સંખ્યામાં લોકોનું ટોળુ નંદીના પટમાં દોડી જતા ખનીજ માફિયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

- text