હળવદના છાત્રની કવિતાથી મનમોહક થયા મુખ્યમંત્રી વિજય રૂપાણી

- text


મુખ્યમંત્રીએ સાંદિપની શાળાના ભૂલકાને અભિનંદન પાઠવી ઉજ્વળ ભવિષ્ય માટે આપ્યા આશીર્વાદ

હળવદની સાંદિપની શાળામાં અભ્યાસ કરતો છાત્ર કવિતાઓમાં રૂચી ધરાવે છે જેમાં આવી કવિતાઓમાંથી એક કવિતાના ઘાયલ થયા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. સીએમ એ અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે નાના ભૂલકાને આશીર્વાદ આપતો પત્ર પાઠવ્યો હતો.

દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય મહારાજના શિષ્ય સ્વામિ સ્વરૂપાનંદ સરસ્વતિ મહારાજ અને શારદાપીઠના દંડી સ્વામી સદાનંદ સરસ્વતિ મહારાજના શિષ્ય પરિવાર સાથે જોડાયેલા નયનભાઈ પટેલનો પુત્ર પ્રયાગ ધોરણ છ માં અભ્યાસ કરી રહ્યો છે. અગિયાર વર્ષનો પ્રયાગ પટેલ હાલ સરદાર પટેલ તેમજ ચારેય પીઠના શંકરાચાર્ય પર કવિતા બનાવી રહ્યો છે. તેમાંથી જ એક પોયમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મોકલી હતી અને મુખ્યમંત્રી તેમની કવિતાથી પ્રભાવિત થઈ આ છાત્રને પત્ર દ્વારા અભિનંદન તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા. તદુપરાંત સાંદિપની શાળાના ભૂલકાને શાળાના શિક્ષકગણ તેમજ આચાર્ય એ ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા.

- text

આ ઉપરાંત પ્રયાગ પટેલ રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના સ્વયંસેવક હોવાથી તે નિયમિત શાખામાં અભ્યાસ પણ કરે છે અને રાષ્ટ્રનું ગૌરવ વધારે તેવા આશીર્વાદ સૌ વડીલો પાસેથી મેળવ્યા હતા.

- text