મહામારી બીમારીનો ભોગ બનેલાં હડમતીયાના રબારી યુવાનને મદદ કરવા અપીલ

- text


ત્રણ પુત્રી અને એક વિકલાંગ પુત્રના પિતાની સારવાર માટે ઉદાર હાથે ફાળો આપવા ટહેલ

ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામના ગરીબ રબારી યુવાન મહામારીની બીમારીમાં સપડાયા હોય સારવાર માટે દાન આપવા અપીલ કરવામાં આવી છે ત્રણ પુત્રી અને બે પુત્રના પરિવારમાં ઘરના મોભી જ બીમાર હોય અને એક પુત્ર વિકલાંગ હોય સેવાભાવિ લોકોએ યથાશક્તિ મદદ કરવા અપીલ કરવામાં આવી છે.

ટંકારાના હડમતિયા ગામના રહિશ મોનાભાઈ પૂનાભાઈ રબારી ઉં.૩૫ વર્ષ આર્થિક પરિસ્થિતી બિલકુલ નાજુક હોવાથી હાલ મહાબિમારીથી છેલ્લા અેક માસથી રાજકોટ, અમદાવાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

- text

મોનાભાઈને સંતાનોમાં ૩ દિકરી, ૨ પુત્રમાં અેક પુત્ર વિંકલાંગ ઉં-10 છે. ઘરમાં સિમિત આવકના કારણે ઘરનો ભોમ જ જો પડી ભાંગે તો શું પરિસ્થિતિ સર્જાય…?

આવી જ પરિસ્થિતિ મોનાભાઈના ઘર પર આવી પડતા સેવાભાવી યુવાનો, વડિલો, ઉધોગપતિશ્રીઅોને હાકલ કરી લોકફાળો અેકઠો કરીને આ પરિવારને આર્થિક સહાય કરવા જણાવવામાં આવે છે.

આ પરિવાર પાસે “માઁ અમૃતમ્” કાર્ડ છે પણ અમુક હોસ્પિટલમાં આ કાર્ડ વેલિડ ન હોવાથી આર્થિક પરિસ્થિતિ વધુ વિકટ બની ગઈ છે.

જો કોઈપણ દાતાશ્રીઅો મદદ કરવા ઈચ્છતા હોય તેમને નીચે મુજબ કોન્ટેકટ કરવા વિનંતી દાન ગુપ્ત રાખવામાં આવશે, કોન્ટેક્ટ- 9998398983 રમેશ ખાખરીયા

- text