વાંકાનેરમાં ક્રિકેટનો સટ્ટો રમતા ત્રણ ઝડપાયા

- text


એલસીબીએ વાંકાનેર પોલીસને ઊંઘતી રાખી ત્રણને ઉપાડી લીધા

મોરબી : મોરબી એલસીબી ટીમે વાંકાનેર પોલીસને ઊંઘતી રાખી ત્રણ શખ્સોને પાનની દુકાન નજીક ક્રિકેટમેચ પર સટ્ટો રમતા ઝડપી લઈ રૂપિયા ૧૩૬૩૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ એલસીબી કોન્સ્ટેબલ સંજય મૈયડ અને જશવંતસિંહ ગોહિલને મળેલી બાતમીને આધારે આજે વાંકાનેરની જૂની મામલતદાર કચેરી સામે આવેલ રીગલ પાન પાસે જાહેરમાં ક્રિકેટનો સટ્ટો રમતા સલીમ ઇબ્રાહિમભાઈ થીમ,રે.લક્ષ્મીપરા વાંકાનેર, હરેશ ખીમજીભાઈ મઢવી, રે.ફળેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં વાંકાનેર અને વિવેક વિનયચંદ્ર મારુ,રે નગરપાલિકા કચેરી સામે વાંકાનેર વાળાને રંગે હાથ ઝડપી લીધા હતા.

- text

પોલીસે ત્રણેય શખ્સો પાસેથી ક્રિકેટનો સટ્ટો રમવા ઉપયોગમાં લેવાયેલ મોબાઈલ ફોન નંગ-૩ કિંમત રૂ.૬૦૦૦ તથા રોકડ રકમ રૂપિયા ૭૬૩૦ મળી કુલ રૂપિયા ૧૩૬૩૦ નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text