ટંકારા : લઘુતમ વેતન પ્રશ્ને આંગણવાડી સંચાલિકા બહેનોની હડતાલ

- text


ટંકારા : રાજ્યભરમાં આંગણવાડી સંચાલિકા બહેનો અને તેડાગર બહેનો દ્વારા લઘુતમ વેતન અને સામાજિક સુરક્ષા પ્રશ્ને પુનઃ આંદોલન શરૂ કરાયું છે, જેમા ટંકારા તાલુકાની બહેનો પણ જોડાઈ હતી.

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી સમયે આંગણવાડી અને આશાવર્કરો બહેનો દ્વારા પગાર વધારા અને અન્ય પડતર પ્રશ્નો સંદર્ભે લડત ચલાવવામાં આવી હતી અને ખુદ વડાપ્રધાને પ્રશ્ન ઉકેલવા ખાતરી આપવા છતાં પ્રશ્ન ન ઉકેલાતા રાજ્યભરની બહેનો દ્વારા પુનઃ આંદોલન શરૂ કરાયું છે.

જે અન્વયે ટંકારા તાલુકાની આંગણવાડી કર્મચારી બહેનોએ લડતમાં જોડાઈને પોતાના પૈસે બાળકોને નાસ્તો આપ્યો હતો.

- text

ઉલ્લેખનીય છે કે આંગણવાડી બહેનોના આંદોલનને કચડી નાખવા ટેલિફોનિક દબાણ આવતા મોટાભાગની આંગણવાડી ખુલી રહી હતી આમ છતાં આગામી સમયમાં જલદ લડત આપવામાં આવનાર હોવાનું ટંકારાના આંગણવાડીના રૂક્ષમણીબેને જણાવ્યું હતું.

- text