અણિયારી- ખાખરેચીના માર્ગ માટે વધારાની ગ્રાન્ટ મંજુર કરાવતા પૂર્વ ધારાસભ્ય અમૃતિયા

- text


મંજુર થયેલ રોડમાં સુધારા વધારા કરી રૂ. ૧૦.૦૦ કરોડ વધુ મંજુર કરાવતા રૂ. ૩૫.૦૦ કરોડના ખર્ચે રોડ બનશે

મોરબી : મોરબી માળીયાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજુઆતને પગલે સરકારે મોરબીના અણિયારી ખાખરેચી માર્ગને મંજુર કરાવ્યા બાદ વધારાના ૧૦ કરોડ મંજુર કરાવતા હોવી આ માર્ગનું ૩૫ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે તા.૨૪-૦૭-૨૦૧૭ નાં રોજ અણિયારી-ખાખરેચી-જુના ઘાંટીલા-ટીકર રોડની હયાત ૫ મીટરની જગ્યાએ ૭ મીટર પહોળો અને મજબૂત બનાવવા આશરે ૨૦ કી. મી. લંબાઈના રસ્તા માટે રૂ.૨૫.૩૦ કરોડ રૂપિયા મંજુર કરવામાં આવેલ, આ રોડ પર માળિયા સરખેજ હાઇવેથી ખાખરેચી સુધીના રસ્તા વચ્ચે વારંવાર ખરાબ રીતે તૂટી જતા રસ્તાની સ્થિતિને ધ્યાને લઇ કાંતિભાઈએ સોઈલ ટેસ્ટ કરાવતા સમગ્ર રસ્તાને નવેસરથી સ્પે-ટ્રીટમેન્ટ સાથે બનાવવા તથા નવા જરૂરી બોક્સ કલવર્ટ અને મેજર બ્રિજ માટે નવા એસ્ટીમેટ સરકારશ્રીમાં સાદર કરવામાં આવેલ.

જેમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રૂબરૂ રજુઆત તથા ભલામણને લઈને સરકારશ્રીએ રૂ. ૩૫.૬૧ કરોડના નવા એસ્ટીમેટને મંજૂરી આપી દીધી છે.

- text

એક રોડ માટે મંજુર રૂ. ૨૫.૦૦ કરોડની જગ્યાએ થયેલ રૂ. ૧૦.૦૦ કરોડ જેવી માતબર રકમનો વધારો કરી રૂ. ૩૫.૬૧ કરોડ જેવી રકમ મંજુર કરવા બદલ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા માન. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો અંતઃ કરણ પૂર્વક આભાર માન્યો હતો.

માજી ધારાસભ્ય કાંતિભાઈની મોરબી માળીયા વિધાનસભા વિસ્તારનાં વિકાસ માટેની રજૂઆતો સતત યથાવત ચાલુ જ છે અને છેલ્લા ૨૩ વર્ષથી સાથે કામ કરતા માન. મંત્રીઓ સાથે ખૂબ અંગત સંબંધોને લઈને તમામ રજૂઆતો સફળ રહે છે અને રહેવાની હોવાનું અંતમાં જણાવ્યું હતું.

- text