મોરબી : સરકારી સ્કૂલો વિવિધ સુવિધાસભર તેમજ અધતન બનાવવા રજુઆત

- text


મોરબી : હાલમાં પ્રાઈવેટ સ્કૂલો ની ફી મામલે વાલીઓના આંદોલનો ચલાવી રહ્યા છે ત્યારે મોરબીના સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાંતિલાલ બાવરવાએ રાજ્યના શિક્ષણ સચિવને પત્ર લખી સરકારી શાળાઓમાં સુવિધા વધારી ફી વધારાના પ્રશ્નનું નિરાકરણ લાવવા માંગ કરી છે.

શિક્ષણ સચિવને કરવામાં આવેલી રજુઆતમાં જણાવ્યા મુજબ સરકારી સ્કૂલોને એટલી અધ્યતન બનાવો કે પ્રાયવેટ સ્કૂલો કરતા પણ સારી સુવિધા અને સારૂ શિક્ષણ વિદ્યાર્થી ઓને સરકારી સ્કૂલો માં મળે, અને લોકો પોતાના બળકોને પ્રાયવેટ સ્કૂલો માં નહિ મોકલતા સરકારી સ્કૂલો માં હોશે હોશે મોકલે.

રજુઆતમાં બીજુ સૂચન એ છે કે સરકારી સ્કૂલોના શિક્ષકોને પુરતો પગાર તથા રહેવા માટેની યોગ્ય સુવિધા આપવામાં આવે જેથી તેઓ નિષ્ઠા થી કામ કરી શકે. જો તેના પરીવારમાં સુખ શાંતિ હશે તો તેઓ પોતાની ફરજ જરૂર સારી રીતે બજાવશે તો આ બાબતે યોગ્ય કરવા માંગણી ઉઠવાઈ છે.

- text

આ ઉપરાંત જે પણ પ્રાઈવેટ સ્કુલ માં સરકારી ધારા ધોરણ મુજબની યોગ્ય સુવિધા અને સુશિક્ષિત શિક્ષકો હોય તો જ તેને મંજુરી આપવી તેમજ વારંવાર ઇન્સ્પેક્સન કરીને તેઓ બધા નિયમ નું પાલન કરેશે કે નહી, જો ન કરે તો તેઓની મંજુરી રદ કરવા સુધી ના પગલાઓ લેવાવા જોઈએ.

સરકારી સ્કૂલોના વિધાર્થી ઓને પણ પ્રાઈવેટ સ્કુલના વિધાર્થીઓની માફક પ્રોત્સાહિત કરવા માટેના કાર્યક્રમો પણ કરવા જોઈએ.જો આવું થશે તો ફી વધારાનો પ્રશ્ન પણ સોલ થઇ જશે. અને લોકો ને પણ સસ્તું શિક્ષણ મળશે.

ઉપરોક્ત બાબતે સકારાત્મક વિચારી ને યોગ્ય કરવાની અપેક્ષા સેતુબંધ ફાઉન્ડેસન-મોરબીના કાન્તિલાલ ડી. બાવરવાએ અંતમાં સેવી હતી.

- text