મોરબીમાં વેપારીઓ ગંદકીથી ત્રસ્ત : યુવા કોંગ્રેસ અગ્રણીનો પાલિકાના સાતધીશોને ખુલ્લો પત્ર

- text


મોરબી શહેર નાં વેપારી નાં પ્રશ્નોનો વિષય કદાચ નાનો હોઈ શકે પણ નુકશાન મોરબી અને દેશ નું

મોરબી : મોરબીમાં ગંદકીનો પ્રશ્ન દિવસે – દિવસે વિકરાળ બની રહ્યો છે ! મોરબીના નાક સમાન નગર દરવાજા ચોક ઉભરાતી ગટરોથી નર્કમાં ફેરવાયો છે, તો શાક માર્કેટ ગંધાતી ખાઈ જેવી છે અને ચોમાસામાં શાકમાર્કેટ બંધ રાખવી પડે છે, તો વળી મોરબીનો એક પણ એવો વિસ્તાર નથી કે જ્યાં લોકોને જાતે સફાઈ કામગીરી કરવી પડતી ન હોય, આ બધા સંજોગો વચ્ચે મોરબી યુવા કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહે પાલિકાના સાતધીશોને ખુલ્લોપત્ર લખ્યો છે જે અક્ષરશઃ નીચે મુજબ છે.

હું પુષ્પરાજસિંહ જાડેજા બે દિવસ પહેલા મારા મિત્રને નહેરુ ગેટ પાસે દુકાન ધરાવે છે ત્યાં ગયો અને જોયું અને આપ સહુ ને જણાવું છું કે હું ખાલી મારા મિત્ર ની દુકાન ની જ સમસ્યાનું સમાધાન નથી માંગતો, મારા મિત્ર જેવા કેટ કેટલા લોકો આ ગંદકી થી કંટાળેલા લોકો હશે, હું કોંગ્રેસ પક્ષનો સમર્થક છું અને હું રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવનાર છું. આ બજારમાં વર્ષોથી પાણી ભરાઈ છે,ભૂગર્ભ ગટર છલકાય છે. વિષયના ઊંડાણમાં જાવ તો લોકશાહી દેશમાં લોકોનું શાસન ક્યાં છે ? ૧૯૪૭ પેલા આપણા દેશના લોકો પ્રકૃતિના ખોળે રમતા હવે આ ધરતી માં ના ખોળે રમવું તો દુર રહી ગયું પગ મૂકવો મુશ્કેલ છે,સવારે ૧૦ થી ૧ સુધી વેપારીઓ ખાલી અહીંયા દુકાન ખોલવા જ આવે છે. બાકી ગ્રાહક કોઈ નથી આવતું.

હવે આ પ્રશ્ન નું નિવારણ નહી થાય તો લોકો નો ભરોશો નહીં રહે આ ખોખલા તંત્ર પર.! ક્યાં પોચવું છે આ દેશ ને આ પ્રગતિ નહી અધોગ્ગતી છે, સરકાર કોઈ પણ હોઈ જો લોકોનાં કામ કાંઈનો થાય તો હવે લોકોને તમારા પર ભરોસો શું રાખવો ? વેરો શું વિચારીને આપવો ?

- text

જો તમે વેપારીઓ ની મુશ્કેલી માં સાથ નહીં આપો તો નુકશાન તમારું છે તંત્ર પર વિશ્વાસ નહી આવે “ગંદકી એ માંદગીનું સરનામું છે” વેપારીઓએ વારંવાર લેખિત, મૌખિક રજૂઆતો કરી છતાં જો આનું નિવારણ કંઈ ન હોઈ તો હવે આ ભડકે બળી રહ્યું છે તંત્રને એમાં મારા માનસમાં જે લોક તંત્ર માટે જે શ્રદ્ધા રાખી બેઠો છું. એને તમે અંધશ્રદ્ધા છે એ સાબિત કરો છો.

આવો ક્યારેક વેપારીઓની દુકાનો પર ખબર પડશે ગંધાતા પાણીમાં પગમાં કચરા આવે એ બીમારી વેપારીઓની દુકાનોમાં આવે હવે એવું લાગે છે કે નગરપાલીકા માટે લાગણી જે હતી વેપારીઓનાં મન માં એક “તરવરાટ હવે ખળભળાટ બની ગયો છે”.

શું થશે આ ગામનું શું થશે આ દેશ નું ? જો બધું સફાઈનું વેપારીઓએ જ ફકત કરવાનું હોય તો પછી લોકો તમને જે વેરા ભરે છે એ શું કામનું ? લોકોએ જ કરવાનું હોય તો આપ ને શું કરવાનું,,? આવી જ પરિસ્થિતિ રેહેશે તો કોઈ તમારા વિશ્વાસ તો દૂર રહી ગયો તમારી નગરપાલીકા સામે જોશે પણ નહીં કોઈ

વિચારજો નુકશાન તમારું કે વેપારીઓ નું ? અત્યારે વેપારીઓ જે કપરી પરિસ્થિતિમાં છે તે વેપારીઓનાં વેપાર દિવસેને દિવસે ઘટી રહ્યા છે એક દિવસ એવો પણ આવશે જો અમારે બધું કરવાનું હોય તો અમારે નગરપાલીકા ની શું જરૂર ?

મનોમંથન જલ્દી કરજો આપ એવી આશા મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ અંતમાં વ્યક્ત કરી છે.

- text