બગથળામાં ખેડૂતનો કપાસ ચોરી જનાર ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબીના બગથળા ગામે વાડીમાં રાખેલ રૂ.૩૫૦૦૦ ની કિંમતની ૩૫ મણ ગાસડીઓ ચોરી પ્રકરણમાં   તાલુકા પોલીસે ત્રણ દેવીપૂજક શખ્સોને ઝડપી લઈ આગવી ઢબે પૂછપરછ કરતા આ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે.

જાણવા મળતી વિગત મુજબ મોરબીના બગાથળા ગામે રહેતા અને ખેતીકામ કરતા પ્રવીણભાઈ ત્રિભોવનભાઈ મેવાની માણેકવાડા જવાના રસ્તે આવેલી વાડીમાંથી ૩૫૦૦૦ ની કિમતની ૩૫ ગાંસડી કપાસની ચોરી થઈ હતી જે અંગે તાલુકા પોલીસને ચોક્કસ બાતમી મળતા બગથળાના જસમત ચકું દેવીપૂજક, રામજી કરશન દેવીપૂજક અને મૂળી તાલુકાના નાગધરી ગામના સાગર ઉર્ફે હકાને ઝડપી લેતા ત્રણેય શખ્સોએ કપાસ ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
આમ, કપાસ ચોરી પ્રકરણમાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ રાણાએ ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

- text

 

- text