મોરબી જીલ્લા સેવાસદનની લિફટ બંધ થઈ જતા કર્મચારી ફસાયો

- text


વારંવાર લિફ્ટમાં મુલાકાતીઓ કર્મચારીઓ ફસાય છે છતાં આરએન્ડબી પગલાં ભરવામાં નિરશ : લિફ્ટ કોઈક નો ભોગ લે તે પહેલાં પગલાં જરૂરી

મોરબી : મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં સફાઈથી લઈ તમામ બાબતોમાં લોલમલોલ ચાલી રહી છે ત્યારે ગઈકાલે જીલ્લા સેવાસદનની લિફ્ટમાં રોજમદાર કર્મચારી ફસાઈ જતા મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ જિલ્લા સેવાસદન કચેરીના રખરખાવમાં જવાબદાર અધિકારીઓ ઉણા ઉતર્યા છે, કચેરી બની ત્યારથી અનેક લોકોના જીવ તાળવે ચોંટાડી દેનાર લિફ્ટમાં ગઈકાલે આઉટસોર્સથી ફરજ બજાવતો સેવક ફસાયો હતો અને સેવા સદનમા ફરજ બજાવતા અન્ય કમઁચારીઑઍ અથાગ પ્રયત્નો કરવા પડયા હતા ત્યારે મહામહેનતે ૧૫ મીનીટ સતત ગુંગણામણ બાદ આ વ્યક્તિનો છુટકારો થયો હતો.

જિલ્લા કલેકટર ખુદ જે બિલ્ડિંગમા બેસે છે. ત્યા છાસવારે લિફટમા ફોલ્ટ થાય છે. વિજળી ગુલ થાય ત્યારે અન્ય વિકલ્પ (ઈન્વેટર) ની શરતનુ પાલન થતુ નથી. પરીણામે છાસવારે આવા બનાવ બને છે ત્યારે ગઈકાલે બીજા માળે બેસતી સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ કચેરીમા આઉટસોર્સથી ફરજ બજાવતો ખાનગી એજન્સીનો સેવક જયદિપ સોલંકી ફસાઈ ગયો હતો.

- text

જો કે લિફટ મેન્ટેનન્સની જવાબદારી સંભાળતા કોન્ટ્રાકટરની આર એન્ડ બી સાથે મિલીભગત હોવાથી કોઈને ગણકારતા ન હોવાની ચર્ચા ખુદ જિલ્લા કલેકટર કચેરીના કર્મચારીઓ કરી રહ્યા છે.

આ સંજોગોમાં ગઇકાલની ઘટનામાં ફસાયેલ કર્મચારીનું છુટકારો થયા બાદ પરસેવે રેબઝેબ થઈ ગયો હતો અને હેબતાઈ જઈ ભાંગી પડેલ કર્મચારીએ માંડ બચ્યાનુ રટણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ એક બીપીનો દર્દી કર્મચારી ફસાયો હતો છતા તંત્ર ગંભીર નથી અને કોઈ નો ભોગ લેવાયા બાદ જ તંત્ર જાગશે અને લિફટમેનની વ્યવસ્થા કરશે તેવું મનાઈ રહ્યું છે.

- text