ટંકારાની મહેન્દ્રપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રવાસ કરાવતો મોરબી યાત્રા સંઘ

- text


ટ્રાવેલ અને યાત્રા સંઘ દ્વારા મોરબી જિલ્લાના પ્રવાસન સ્થળોનો પ્રવાસ કરાવાયો

મોરબી : ટંકારા તાલુકાના મહેન્દ્રપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મોરબીના યાત્રા સંઘ અને ટ્રાવેલ્સ દ્વારા જિલ્લાના જુદા – જુદા પ્રવાસન સ્થળોનો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો.

મોરબીની રામાનન્દ ટ્રાવેલ્સ અને સંજય યાત્રા સંઘ દ્વારા ટંકારા તાલુકાના મહેન્દ્રપુર પ્રાથમિક શાળાના બાળકોને મોરબી, રફાળેશ્વર, માટેલ, વાંકાનેર, નાના- મોટા જડેશ્વર અને ધુનડા ગામનો એક દિવસનો શૈક્ષણિક પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. જેમાં શાળાના ધોરણ ૧ થી ૭ ના બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો હતો.

- text

- text