મોરબીમાં જમીન પચાવી પડવાના કેસમાં આરોપીના રિમાન્ડ ના મંજુર : જેલ હવાલે

- text


મોરબી : મોરબીમાં રોહીદાસપરામાં જમીન પચાવી પાડવાના કેસમાં પાંચ સામે ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદ સંદર્ભે પોલીસે બે આરોપીને ઝડપી લીધા હતા જયારે અન્ય ત્રણની શોધખોળ દરમ્યાન એક ને ઝડપી લઈ રિમાન્ડ ની તજવીજ સાથે કોર્ટ મા રજુ કરાયો હતો જેમા કોર્ટે રિમાન્ડ ના મંજુર કરતા આરોપીને જેલહવાલે કર્યૉ હતો.

મોરબીના વાવડી રોડ પર રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા હુસેનભાઈ અભરામભાઈ સુમરાએ બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે રોહિદાસપરામાં રેલવે સ્ટેશન પાછળના ભાગે તેમની જમીન આવેલી છે જેમાં ફેન્સીગ પણ કરેલી છે તે ફેન્સીગ તોડીને ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું હતું જે બાબતે ફરિયાદ કરવા જતા તેને ગાળો આપી તેમજ તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઇદરીશ મેપા જેડા, સુભાન જેડા, ગુલઝર મોવર, અબુ હાજી જેડા રહે બધા મોરબી અને નિઝામ કરીમ જેડા રહે ઢુંવા વાકાનેર વાળા સહીતના પાંચ સામે ફરીયાદ નોંધાવી હતી.

- text

આ મામલે તપાસ ચલાવતા બી ડીવીઝન પોલીસે આરોપી અબ્દુલ ઉર્ફે અબુ હાજી જેડા અને સુભાન જેડા નામના બંને આરોપીઓને ઝડપી લીધા બાદ બંને આરોપીને જામીન મળી જતા જામીન મુક્ત થયા હતા જયારે બાકીના ત્રણ આરોપીઓને બી ડિવીઝન પીઆઈ આર.કે.ઝાલાએ જુદી-જુદી ટીમો બનાવી ઝડપી લેવા તપાસ ચલાવી હતી જેમા ગત રાત્રીના પીએસઆઈ એ.બી.જાડેજા સહીતના સ્ટાફે ઈદરીશ મેપા જેડા રહે.વાવડી રોડ મોરબી વાળા ની ધરપકડ કરી રિમાન્ડ ની માંગણી સાથે મોરબી કોર્ટ માં રજુ કરતા રિમાન્ડ ના મંજુર કરાતા મોરબી જેલહવાલે કરાયો હતો.

વધુમાં પોલીસે અન્ય નાસી ગયેલા આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- text