માળીયા નજીકથી વિદેશી દારૂનો જથ્થો પકડી લેતું સ્ટેટ મોનીટરીંગ સેલ

- text


છોટાહાથીમાં ૩૮૫ નંગ વિદેશી દારૂની બોટલો લઈને નીકળતા કચ્છનો શખ્સ પકડાયો : એક ફરાર

માળીયા : માળીયા હાઇવે પર હરિપર નજીકથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બાતમીને આધારે વોચ ગોઠવી વિદેશી દારૂની હેરફેર પકડી પાડી એક શખ્સને ૧,૧૬,૪૦૦ ના દારૂ સાથે ઝડપી લીધો હતો.આ દરોડા દરમિયાન એક શખ્સ નાસી છુંટવામાં સફળ રહ્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બાતમીને આધારે માળીયા હાઇવે ઉપર વોચ ગોઠવી હતી જેમાં હરિપર ગામના પાટિયા નજીક પસાર થતી જીજે ૧૨ એઝેડ નંબરના છોટા હાથીને અટકાવી તલાસી લેતા વાહનમાંથી વિદેશીદારૂની ૩૮૫ બોટલ કિંમત રૂપિયા ૧,૧૬,૪૦૦ મળી આવતા પોલીસે દારૂ અને છોટાહાથી સહિત ૪,૧૬,૦૦૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.

- text

વિદેશીદારૂની હેરફેર કરવાના ગુન્હામાં પોલીસે છોટાહાથી લઈને નીકળેલ દિપક જમનાદાસ મેથવાણી,રે આદિપુર કચ્છ વાળાને ઝડપી લીધો હતો અને સ્ટેટ મોનીટરીંગ સેલના ભાવિનભાઈની ફરિયાદના આધારે માળીયા પોલીસે ગુન્હો દાખલ કર્યો છે જો કે દરોડા દરમિયાન વિશાલ ભાનુશાળી નામનો એક આરોપી નાસી છૂટતા પોલોસે બંને વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે માળીયા પીએસઆઇ જે.ડી.ઝાલાએ વિદેશી દારૂ હેરફેર કરવાના ગુન્હામાં બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

- text