હળવદ : ધારાસભ્યની અધ્યક્ષતામાં કોંગ્રેસ દ્વારા પાલિકા ચુટણીની સેન્સ પ્રક્રીયા પૂર્ણ

- text


હળવદ નગરપાલિકાના ૭ વોર્ડમાં કોંગ્રેસના ૨૮ ઉમેદવારો પોતાના ભાગ્ય અજમાવશે

હળવદ : હળવદ નગરપાલિકાની આગામી ફેબ્રુઆરી માસમાં જ્યારે ચૂંટણી યોજાનાર છે. ત્યારે ચુટણી સંદર્ભે બાહ્મણની ભોજનશાળા ખાતે હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્યની અધ્યક્ષતામાં કોંગ્રેસના નિરીક્ષકોએ ઉમેદવારોના બાયોડેટા સાથે સેન્સ પ્રક્રીયા શરૂ કરી હતી. જેમાં હળવદ નગર પાલીકાના વોર્ડમાં દાવેદારી કરવા કોંગ્રેસના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. હળવદ નગરપાલિકાની આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનારી ચુટણીમાં સેન્સ પ્રક્રીયા શરૂ કરી છે. જેમાં નગર પાલિકાની ૭ વોર્ડમા કુલ ૨૮ ઉમેદવારો ચુટણી લડીને પોતાનુ ભાગ્ય અજમાવશે.
અત્રે ઉલ્લેખનીય છેકે, ફેબ્રુઆરી માસમાં હળવદ નગરપાલિકાની ચુટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારો એ દાવેદારી નોંધવા બ્રાહ્મણની ભોજન શાળા ખાતે બાયોડેટા સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ જ પોતાના વોર્ડમાથી જીતશે એવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અનેક સમસ્યાઓથી નગરજનો ત્રાહીમામ પોકારી ચુક્યા છે ત્યારે હળવદ કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના ઉમેદવારોની યાદી માટે ચર્ચાઓ કરી હતી. તદુપરાંત શહેરમાં કોંગ્રેસ દ્વારા કેવી રીતે બહુમતી સાથે પાલિકામાં લોકોપયોગી થશે તેવી ચર્ચા પરામર્શ કરવામાં આવી હતી.

- text

આ વેળાએ હળવદ-ધ્રાંગધ્રાંના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડૉ.કે.એમ.રાણા, શહેર પ્રમુખ શૈલેષભાઇ, હેમાંગભાઈ રાવલ,વાસુભાઈ પટેલ, દેવાભાઈ ભરવાડ, ઠાકરશીભાઇ ભરવાડ, લક્ષ્મણભાઈ દલવાડી વગેરેના અધ્યક્ષસ્થાને કોંગ્રેસની સેન્શ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.આગામી દિવસોમાં વોર્ડના સભ્ય પદ માટે સેન્સની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોંગ્રેસ પ્રદેશ દ્વારા સત્તાવાર ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવશે.

- text