ડોઝબોલ સ્પર્ધામાં નેશનલ લેવલે બ્રોન્ઝ મેડલ મેળવતી વાંકાનેર સિંધાવદરની વિદ્યાર્થીનીઓ

વાંકાનેર : નેશનલ લેવલે રમાયેલ ડોઝબોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી એસ.એમ.પી. હાઈસ્કૂલ સિંધાવાદરની ખેલાડી બહેનોએ

સમગ્ર ભારતમાં મોરબી જિલ્લાનું તેમજ ગુજરાત રાજ્યનું નામ ફરી એક વખત રોશન કર્યું છે.

સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) દ્વારા મહારાષ્ટ્ર અમરાવતી ખાતે ૭ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન  રાષ્ટ્રીય લેવેલની ડોઝબોલ અંડર ૧૭ ગર્લ્સની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર ભારતમાંથી જુદા જુદા રાજયોની ટીમો આ સ્પર્ધામાં ભાગ લેવા આવેલ તેમાં આપણા ગુજરાતની બહેનોનો ટીમ પણ સામેલ હતી.

ગુજરાતની ટીમમાં ગુજરાત રાજ્યની  ચેમ્પિયન થયેલ એસ.એમ.પી. હાઈસ્કૂલની  ટીમની 3 ખેલાડી બહેનો પણ રાષ્ટીય ટીમમાં હતી (જેમાં શેરસિયા અલફિયાઝ રફીક , કડીવાર મોહીના હુસેન અને શેરસિયા સુરેયા શબ્બીર )

સમગ્ર સ્પર્ધામાં ગુજરાતની ટીમે બધી જ ટીમો સામે ઉત્કૃસઢ રમતનું પ્રદર્શન કરીને અંતે ગોવા રાજ્યની ટીમને હરાવીન સમગ્ર ભારતમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરીને બ્રોન્ઝ મેડલ મેળવામાં સફળતા મેળવી હતી.

નોંધનીય છે કે અગાઉ પણ આજ શાળાની માસુરાએ અંડર 19 ના ગ્રુપ માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

ગુજરાતની ટીમને સમગ્ર સ્પર્ધા દરમિયાન ટીમના કોચ શ્રીવિનુભાઈ દેસાઈ, મંથનભાઈ ખત્રી, અલ્પાબેન પટેલ તેમજ એસ.એમ.પી. હાઈસ્કૂલ સિંધાવદરના વ્યાયામ શિક્ષક જુનેદ વડાવીયાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

શાળાના આચાર્ય શ્રીબાદી તથા શિક્ષણગણે ખેલાડીઓને ભિનંદન પાઠવ્યા હતા.