ટંકારામાં પતંગ બજારમાં પવન બેસી ગયો

- text


છેલ્લા બે દિવસમાં સારા વેપારની આશા સેવતા વેપારીઓ

ટંકારા : ઓણસાલ ટંકારામાં પતંગ ના વેપારીઓને વેપારમાં પવન બેસી ગયો છે જો કે છેલ્લા બે દિવસમાં સારી ધરાકી નીકળવાની આશા વેપારીઓ સેવી રહ્યા છે.

મકર સંક્રાંતિ આડે બે દિવસ બાકી છે પરંતુ ટંકારામા પતંગના વેપારને પવન ન મળતા વેપારીઓ ગ્રાહક રૂપી પવન મળે તેવી રાહ જોઈ રહ્યા છે, છેલ્લા બેજ દીવસ છે અને ગરાગી ધિમી હોય વેપારી આલમ શનિવારે બજાર રોનક લેશે નો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.

- text

પતંગ રસિયાનો મનપંસંદ ઉતરાયણ પર્વને હવે ગણ્યા ગાંઠયા દિવસ રહ્યા છે અને દોરા પતંગની અવનવી વેરાયટીથી બજારો સસળાટી કરી રહી છે,આ વર્ષે ધારદાર દોરી અને ચર્ચિત લોકોના ફોટા વાળી પંતગો બજારમા આવી છે
પંરતુ જોય તેવી ઘરાધી ન નિકળી હોય વેપારી ચિંતિત જોવા મળ્યા હતા.

ટંકારાના પંતગોના જથ્થા બંધ વેપારી ગોપાલ કટારીયાએ જણાવ્યું હતું કે શનિવારે પતંગ રશિયા ઉમટી પડે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો પરંતુ મંદી નુ મોજુ બજાર પર સૌ ટકા અસર થઈ હોવાનું તેમને જણાવ્યું હતું.

- text