માળીયા (મિ) પોલીસે બે વર્ષ અગાઉ પોલીસ પર હુમલો કરવાના ગુનામા નાસતા ફરતા આરોપી ને ઝડપી લીધો

- text


માળીયા મિયાણા : મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ ની સુચના થી માળીયા મિયાણા પોલીસ મથક ના પીએસઆઈ જે.ડી.ઝાલા ની સુચના થી બે પુર્વે પોલીસમથક પર હુમલો કરવાના કેસ મા નાસતા ફરતા આરોપી ને ડી સ્ટાફ ના મહીપતસિંહ સોલંકી ને આરોપી હબીબ અલ્લારખા મોવર માળીયા ની સરકારી દવાખાના ની બાજુ મા ઉભો હોવાની બાતમી ના આધારે મહીપતસિંહ, ભરતભાઈ,જયદેવસિંહ, રમેશભાઈ સહીત ના સ્ટાફે તે સ્થળ પર જઈ ને પ્રથમ પોલીસ ને જોઈ ને ભાગવા પ્રયત્ન કર્યો પરંતુ પોલીસે પાછળ દોડી અને બે વર્ષ થી નાસતા ફરતા આરોપી હબીબ અલ્લારખાભાઈ મોવર ને માળીયામિયાણા પોલીસ મથક ની સંપત્તિ ને નુકશાન પહોચાડવા ના ગુના સહીત આઈપીસી કલમ 143,147,148,307 ના ગુના મા ધરપકડ કરી લોકઅપ ભેગો કર્યો હતો આ જ ગુના મા અગાઉ બાવીસ આરોપીઓમાથી અગાઉ એકવીસ આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે અને હવે આ બાવીસ મો અને છેલ્લો આરોપી પકડાઈ જતા પોલીસે રાહત નો દમ લીધો છે.

- text

- text