હળવદના રણછોડગઢમાં સેઢા તકરારમાં કુહાડી વડે હુમલો

- text


હળવદ : હળવદના રણછોડગઢ સેઢાના પાણીનો કાઢીયો રીપેર કરવા મુદ્દે કુહાડીના ઘા ઝીકાતા ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળ્યા મુજબ જીલુભાઈ સનાભાઈ દઢૈયા જાતે કોળી ઉ.વ.૭૦ ધંધો ખેતી રહે.રણછોડગઢ વાળાને આજ ગામના (૧) હમીરભાઈ વશરામભાઈ દઢૈયા (૨) અવચરભાઈ વશરામભાઈ દઢૈયા (૩) રાજેશભાઈ વશરામભાઈ દઢૈયા રહે.તમામ રણછોડગઢ (ઝુંડ) તા.હળવદ આ કામના આરોપી નામે અવચરભાઈ વાડીના સેઠા વચ્ચે આવેલ વહેણને ટ્રેકટર વતી કામકાજ કરાવતા હોય જેથી ફરીયાદીએ વહેણ ખસેડવાની ના પાડતા આરોપી નં.(૨) ઉશ્કેરાઈ જઈ ફરીને ભુંડા બોલી ગાળો આપી આરોપી હમીરભાઈ એ ફરીને પકડી રાખી આરોપી નં.(૨) નાએ ત્યા પડેલ કુહાડી ફરીના માથામાં મારી તથા આરોપી નં.(૩) નાએ ઢીકાપાટુનો મારમારી મે જીલ્લા મેજી.સા.શ્રી મોરબી નાઓના હથીયાર બંધી જાહેર નામાનો ભંગ કરી ગુન્હો કરતા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text