હળવદ ભાજપના હોદ્દેદારોએ સીએમ વિજયભાઈ રૂપાણીની લીધી શુભેચ્છા મુલાકાત

- text


ભાજપની સરકાર પુનઃ આરૂઢ થતા હળવદ યુવા ભાજપએ મુખ્યમંત્રીને આપ્યા અભિનંદન

હળવદ : હળવદ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ભાજપની સરકાર બનવા બદલ મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા હતા.

વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પુનઃ સરકાર બની હતી. ગુજરાત રાજયમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી બનાવતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે હળવદ શહેર તેમજ તાલુકાના હોદેદારો અને કાર્યકરોએ ગાંધીનગર સચિવાલય ખાતે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શુભેચ્છાઓ પાઠવી મુલાકાત લીધી હતી.

- text

આ વેળાએ પૂર્વ રાજય મંત્રી જયંતિભાઈ કવાડીયા, હળવદ નગરપાલિકા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ પ્રભારી વલ્લભભાઈ પટેલ, શહેર પ્રમુખ અજયભાઈ રાવલ, જયેશભાઇ પટેલ, રમેશ ભગત, જીગરભાઈ રાવલ, ભરત કણઝરીયા, સંદીપ પટેલ, અશોક પ્રજાપતિ સહિત ભાજપના મહાનુભાવો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

- text