ટંકારામાં ખેતીકામ મુદ્દે પિતા અને ભાઈએ ભાઈને માર મારતા ફરિયાદ

- text


ટંકારા : ટંકારામાં ખેતીકામ કરવા અંગે પિતા અને ભાઈએ મળી ભાઈને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજુભાઇ જીવણભાઇ કુઢીયા ઉ.૨૮ ને ખેતીકામ કરવા કેમ નથી આવતો કહી પિતા જીવણભાઇ જેસીંગભાઇ કુઢીયા અને ભાઈ હસમુખભાઇ જીવણભાઇ કુઢીયાએ માર મારતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

પિતા અને ભાઈ વિરુદ્ધ જાન થી મારી નાખવા ની ધમકી આપી ગુન્હો કરવામા એકબીજા ને મદદગારી કરી શ્રી અધિક જીલ્લા મેજી. સાહેબ મોરબી નાઓના હથિયાર બંધી જાહેર નામા નો ભંગ કરતા ટંકારા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text