મોરબી જિલ્લાની ૧૬ ગ્રામપંચાયતોની ૪ ફેબ્રુઆરીએ ચૂંટણી

- text


આચારસંહિતા લાગુ ૧૫ જાન્યુઆરીએ જાહેરનામું : ૬ ફેબ્રુઆરીએ મતગણતરી
મોરબી : મોરબી જિલ્લાની ૧૬ ગ્રામપંચાયતોની સામાન્ય ચૂંટણી આગામી ૪ ફેબ્રુઆરીના રોજ યોજવા રાજ્ય ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે એ સાથે જ આદર્શ આચારસહિતા લાગુ પડી છે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે જાહેર કરેલા કરેલ કાર્યક્રમ મુજબ ૧૫ જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરાશે અને ૨૦ મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકશે, જયારે ૨૨ મીએ ઉમેદવારી પત્રની ચકાસણી અને ૨૩ મીએ ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે.

વધુમાં ૪ ફેબ્રુઆરીએ ચૂંટણી યીજાશે અને તા.૬ ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

- text

આ ગ્રામપંચાયતોની સામાન્ય ચૂંટણી અન્વયે મોરબી જિલ્લામાં ૧૬ ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થતાં આવી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજવામાં આવશે જેમાં ગજડી, ભડિયાદ, બિલિયા, ધુનડા, ધૂળકોટ, આમરણ, ડાયમંડનગર, રામપરા (પા), ઊંટબેટ (શા), જીંજુડા, જીવાપર, કેરાળી અને બેલા ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા તૈયારીઓ શરૂ થઈ છે.

ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીમાં મોરબી જિલ્લામાંથી ભાજપના સુપડા સાફ થઈ ગયા હોય ગ્રામપંચાયતોની પાયાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય ગરમાવો આવ્યો છે અને મીની વિધાનસભા ચૂંટણી જીતવા ભાજપ- કોંગ્રેસ દ્વારા પુરી તાકાત લગાડવામાં આવશે.

- text