મોરબી આર્ટ્સ કોલેજમાં સાડી પરિધાન સ્પર્ધા યોજાઈ

- text


લેગીન્સ, જેગીન્સ અને પાશ્ચાત્ય સંસ્ક્રુતિ પાછળ અદ્રશ્ય થઈ રહેલી સાડીને ફરી યાદ કરાઈ

મોરબી : આજે બહેનોમાં વેસ્ટર્ન કલચરને કારણે લેગીન્સ, જેગીન્સ, હેરમ અને આવા તો કેટલાય ચિત્ર – વિચિત્ર પરિધાનો વચ્ચે ભારતીય નારીની ઓળખ સમી સાડી લુપ્ત થઈ રહી છે ત્યારે મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ દ્વારા સાડી પરિધાન સ્પર્ધા યોજી અસલ ભારતીય માહોલ ખડો કરવામાં આવ્યો હતો.

સર્વોદય કેળવણી મંડળ સંચાલિત યુ.એન.મહેતા કોલેજમાં બહેનો વચ્ચે સાડી પરિધાન સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કોલેજની વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી, આ સ્પર્ધાના આયોજનમાં કોલેજના કલા કૌશલ્ય ધારાના કો- ઓર્ડીનેટર ડો.પૂનમ જોશીએ ભારે જહેમત ઉઠાવી કોલેજની બહેનોને અવનવી સ્ટાઇલમાં સાડી પરિધાન કરાવ્યું હતું.

- text

સાડી પરિધાન સ્પર્ધાને કારણે યુ.એન.મહેતા કોલેજમાં જાણે કોઈ શુભ પ્રસંગ યોજાયો હોય તેવો માહોલ છવાયો હતો અને કોલેજની બહેનો દ્વારા સાડી સાથે અવનવી જવેલરી અને અન્ય મેચિંગ ઘરેણાં પહેરી કેટવોક પણ કર્યું હતું. આ સ્પર્ધામાં ચાવડા રવીના, સનારીયા અરુણા, જાડેજા જ્યોતિબા, મકવાણા આરતી, પ્રસાદ મનીષા, સોલંકી શિલ્પા સહિતની યુવતીઓએ સાડી પરિધાનને જીવંત કર્યું હતું.

આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે મકવાણા આરતી, દ્વિતીય ક્રમે પરમાર ઉષા, તૃતીય ક્રમે સંયુક્ત સનારીયા અરુણા અને જાડેજા જ્યોતિબા વિજેતા બન્યા હતા.

સ્પર્ધમાં નિર્ણાયક તરીકે પ્રા. નીતાબેન ગોકળગાંધી, ગીતાબેન ડાભીએ સેવા આપી હતી સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રિન્સિપાલ એલ.એમ.કાણઝારીયા સાહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

- text