સોશીયલ મિડિયામાં બ્રહ્મસમાજની બહેનો પર અભદ્ર ટિપ્પણી બાબતે બ્રહ્મ સમાજ દ્વારા આવેદન

- text


વાંકાનેર: તાજેતરમાં સોશીયલ મિડિયામાં વાયરલ થયેલ સીડીમાં બ્રહ્મસમાજની બહેનો તથા યુવતીઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા બ્રહ્મ સમાજ રોષે ભરાયો છે અને આજે વાંકાનેર બ્રહ્મ સમાજ દ્વારા સીટી પીઆઈની આવેદનપત્ર પાઠવી વિડીયો વાયરલ કરનારની ધરપકડ કરી આકરા પગલાં ભરવા માંગણી ઉઠાવી હતી.

તાજેતરમાં સોશીયલ મીડિયામાં વાયરલ થયેલ સીડીમાં પાસના નેતા હાર્દિક પટેલ જેવા દેખાતા કોઈ વ્યક્તિ દ્વારા બ્રહ્મ સમાજની બહેનો તથા યુવતીઓ વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા બ્રહ્મ સમાજ રોષે ભરાયો છે.વધુમાં વાંકનેર બ્રહ્મસમાજના અગ્રણીઓ દ્વારા જણાવાયું હતુ કે અલગ અલગ જિલ્લામાંથી બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા સિડી વાઇરલ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરેલ હોવા છતાં હજુ સુધી સીડીની ખરાઈ કરવામાં આવી નથી અને આરોપીની પણ ધરપકડ કરવામાં આવી નથી.

- text

આ સંજોગોમાં વાંકાનેર યુવા બ્રહ્મ સમાજ દ્વારા વાંકાનેર સીટી પોલિસ સ્ટેશને પીઆઈને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ અને માંગણી કરવામાં આવી હતી કે સોશિયલ મીડિયા માં સિડી વાયરલ કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવે અને કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.

- text