જ્ઞાનોત્સવના બીજા દિવસે યુવાનોને વિજ્ઞાન ટેકનોલોજી અને દેશભક્તિનું જ્ઞાન આપતા વિચારકો

- text


મોરબી : મોરબીના આંગણે યોજાયેલ યુવા જ્ઞાનોત્સવના બીજા દિવસે મહાન વૈજ્ઞાનિક જે.જે.રાવલ અને જાણીતા કોલમિસ્ટ સૌરભ શાહ સહિતના વક્તાઓએ યુવાનોને સંબોધન કરી ટેકનોલોજી અને દેશભક્તિ વિશે ઊંડાણ પૂર્વકની સમજ આપી હતી.

યુવા જ્ઞાનોત્સવના બીજા દિવસે આજે સવારે સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ જાણીતા વિજ્ઞાનિક જે.જે.રાવલ વિજ્ઞાનથી વિકાસ વિષય પર વક્તવ્ય આપી યુવાનોને આપણી શરીર રચના અને વિજ્ઞાનને સીધો જ સબન્ધ હોવાના પુરાવા દ્રષ્ટાંત સાથે આપ્યા હતા બાદમાં વકતૃત્વ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા.

ત્યાર બાદના સેશનમાં જાણીતા લેખક અને પત્રકાર સૌરભ શાહ દ્વારા યુવાનોને મારો દેશ મારી સમસ્યા વિષયને લઈ વક્તવ્ય આપ્યુ હતું જે સાંભળી યુવાનોમાં દેશભક્તિને લઈ ભારે ઉત્કંઠા જોવા મળી હતી.

- text

દરમિયાન આજના દિવસે સાંજે એનસીસી કમાંડીગ ઓફિસર કર્નલ સંજય પટેલ દ્વારા યુવાનોને આજના સમયમાં દેશભક્તિ કેટલી જરૂરી તે વિષય પર યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને એન્ટી ટેરેરીઝમ સ્ક્વોડના હિમાંશુ શુકલા યુવાનોને નવી પેઢી નવા ક્રાઈમ પડકારો વિષય ઉપર માર્ગદર્શક વક્તવ્ય આપ્યુ હતું એ ઉપરાંત આજના ખાસ આકર્ષણ રૂપે બોલીવુડના જાણીતા અભિનેતા અને ગોલમાલ ફેઈમ કલાકાર શ્રેયસ તલપડેએ બૉલીવુડ અને આજનો યુવાન વિષયને લઈ વક્તવ્ય આપ્યુ હતું, આ તકે સમગ્ર પટેલ સમાજનું ગ્રાઉન્ડ પ્રેક્ષક યુવાવર્ગથી ખચોખચ ભરાઈ ગયું હતું.

આમ, યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત યુવા જ્ઞાનોત્સવના બીજા દિવસે યુવાનોએ કાર્યક્રમને દિલથી માણ્યો હતો અને આયોજકો પણ યુવાનોની ભરચ્ચક હાજરી જોઈ ઉત્સાહિત થયા હતા.

- text