વાંકાનેરમાં તુકકલ નું વેચાણ બંધ કરાવવા જીવદયા પ્રેમી દ્વારા મામલતદાર ને આવેદન

- text


વાંકાનેર જીવદયા પરિવાર દ્વારા ચાઇનીઝ દોરી અને તુકકલ નુ વેચાણ વાંકાનેર મા બંધ કરાવવા બાબતે મામલતદાર ને આવેદન પત્ર અપાયુ.

- text

આગામી ૧૪ જાન્યુઆરી ના દિવસે ઉતરાયણ પર્વ આવી રહ્યો હોવાથી પતંગ અને દોરીનુ વેચાણ બજાર માં શરૂ થઈ ગયુ છે. ત્યારે ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ તુકકલ ઉપર પ્રતિબંધ હોવા છતા અમુક જગ્યાએ ખાનગી મા તથા ખુલ્લેઆમ વેચાણ થાય છે. આ ચાઇનીઝ દોરી કેટલાક પક્ષીઓ તથા માનવ માટે ઘાતક પુરવાર થાય છે ઉપરાંત તુકકલ જે મોટી સંખ્યામાં આકાશમાં ઉડાડવામાં આવે છે તેમા તત્કાલ સળગી જાય તેવા જ્વલનશીલ પદાર્થ ને લીધે પર્યાવરણ તથા જાન-માલ અને સંપતિ ને નુકશાન થતુ હોય છે આમ પણ પતંગના ચાઈનીઝ દોરી અને તુકકલ ના વેચાણ ઉપર “નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ” દ્વારા દેશ વ્યાપી પ્રતિબંધ હોવા છતા વેચાણ થઈ રહ્યું હોવાથી . આજે વાંકાનેર જીવદયા પરિવાર દ્વારા મામલતદારશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યુ કે વાંકાનેરમા ચાઈનીઝ દોરી તથા તુક્કલ ના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવે અને જે વેપારી દ્વારા વેચાણ થતુ હોય તો તેની સામે પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.

- text