મોરબી વાંકાનેર હાઇવે પરના સર્વિસ રોડની બિસ્માર હાલત વાહનચાલકો પરેશાન

- text


હાઇવે ઓથોરિટી સર્વિસ આપવામાં નિષ્ફળ ટોલનાકુ બંધ કરવા માંગ

મોરબી વાંકાનેર હાઇવે 30 કિમીના અંતરના સર્વીસ રોડ બિસ્માર હાલત બની ગયો છે.મસમોટા ખાડા,ગટરની સફાઈ અભાવ જોવા મળી રહ્યો છે. દિવસભર ચાલતા ભારેખમ વાહનના કારણે રસ્તાના કારણેથી નાના મોટા અકસ્માત સર્જાઈ છે.હાઇવે ઓથોરિટીને જાણે ટોલટેક્સ મેળવવામાં રસ હોય તેમ એક પણ અવરનાવર રજુઆત છતાં કામગીરી થતી ન હોવાથી કોંગ્રેસ કાર્યકરે કલેક્ટરને રજુઆત કરી ટોલટેક્સ બંધ કરાવવા માંગ કરી હતી.

- text

મોરબી શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવેની હાલત કફોડી બની ગઇ છે. વાકાનરેથી મોરબી વચ્ચે 30 કિમી ના અંતરના સર્વિસ રોડ પર અનેક ખાડાંઓને કારણે નાના મોટા વાહન અકસ્માત સર્જાય છે. આ ઉપરાંત હાઇવે ગટરની નિયમિત સફાઈ થતી નથી,નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા શહેર વિસ્તારમાં અકસ્માત નિવારવા જરૂરી પગલાં ભરવામાં,કે રસ્તાના રીપેરીંગ માં આળસ કરાઈ રહી છે.આથોરિટી દ્વારા સર્વિસ આપવામાં નિષ્ફળ રહી હોવા છતાં ટોલટેક્સ ઉઘરાવવામાં કચાસ રાખતા નથી આ અંગે કોંગ્રેસ આઇટી સેલના કુંભારવાડિયાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને વહેલી તકે રોડનું રીપેરીંગ કરવામાં આવે છે.

 

- text