મોરબીની શાળાઓમાં વર્ગ દીઠ એક બાળ ડોકટર !!

- text


શાળા આરોગ્ય ચકાસણી દરમિયાન આરોગ્ય વિભાગનો મહત્વનો પ્રોજેકટ : ઇન્દ્રધનુષના ચોથા તબબકામાં અંતરિયાળ વિસ્તારના ૧૪૭૯ બાળકોનું થશે રસીકરણ

મોરબી : શાળા આરોગ્ય ચકાસણી અંતર્ગત બાળકોમાં સ્વસ્થ આરોગ્ય અંગે જાગૃતિ આવે તેવા હેતુથી આરોગ્ય વિભાગ વર્ગદીઠ એક બાળકને બાળ ડોકટર બનાવી ડોકટર જેવો જ પરિવેશ આપી આરોગ્ય અંગેનું શિક્ષણ પણ આપશે ! જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ઇન્દ્રધનુષ, પોલિયો રસીકરણ ઝુંબેશ સહિતની વિગતો આપવા યોજેલ પત્રકાર પરિષદમાં ઉક્ત વિગતો આપી હતી.

મોરબી જિલ્લામાં આરોગ્યલક્ષી કામગીરી અંગે વિગતો આપવા જીલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડો.કતિરા, ડો.વારેવડીયા અને ડૉ.નિમાવતે જણાવ્યું હતું કે ઇન્દ્રધનુષ કાર્યક્રમનો ત્રીજો તબક્કો સફળતા પૂર્વક પૂર્ણ થયો છે અને ચોથા તબક્કામાં ૨૮૩ મોબાઇલવાન દ્વારા અંતરિયાળ વિસ્તારના ૧૪૭૯ બાળકોનું રસિકરણ કરવામાં આવશે.

- text

વધુમાં આગામી ૨૮ તારીખે સમગ્ર જિલ્લામાં ૫૧૫ બુથ હેઠળ ૧,૩૫, બાળકોનું પોલિયો રસીકરણ કરવામાં આવશે અને ખાસ કરીને શાળા આરોગ્ય ચકાસનીમાં નવતર પ્રયોગ હાથ ધરી બાળકોને આરોગ્ય અંગે જાગૃત કરવા દરેક શાળાના વર્ગદીઠ એક – એક બાળ ડોકટર બનાવી તેમને ડોકટરનો પરિવેશ અને પ્લાસ્ટિકની કીટ આપી આરોગ્ય અંગેનું પ્રાથમિક જ્ઞાન અપાશે અને આ બાલ ડોકટર બાળકોના આરોગ્યની ચકાસણી કરશે આમ બાળકમાં નાનપણથી જ તબીબી ક્ષેત્રે રુચિ કેળવાય તેવો પ્રયાસ કરશે.

આ ઉપરાંત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ રૂપિયા ૩૦ માં ૩૦ હજારનો વીમો માર્ચ ૨૦૧૮ માં શરૂ થનાર હોય આ યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું.

- text