અણિયારી ટોળનાકાનો સુપરવાઈઝર દેશી તમંચા સાથે ઝડપાયો

- text


મોરબી એલસીબી પોલીસે નવા દેવળીયા ગામેથી પરપ્રાંતીયને દબોચ્યો

મોરબી : મોરબી જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો ઝડપી લેવા જિલ્લા પોલીસવડાએ આપેલી સુચનાને પગલે મોરબી એલસીબી સ્ટાફે નવા દેવળીયા ગામેથી પરપ્રાંતીય શખ્સને દેશી બનાવટના તમંચા અને બે જીવતા કારતુસ સાથે ઝડપી લીધો હતો.

જાણવા મળ્યા મુજબ મોરબી એલસીબી સ્ટાફના પેરોલ ફરલો સ્ક્વોડના કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજાને મળેલી બાતમીને આધારે એલસીબી સ્ટાફે શુક્રવારે સાંજે નવા દેવળીયા ગામેથી દેહિ તમંચા અને બે જીવતા કારતુસ સાથે અણિયારી ટોલનાકે સિક્યુરિટી સુઓરવાઇઝર તતિકે નોકરી કરતા માનિષસિંગ નરપતસિંગ ચૌહાણ ઉ.૨૭ રે. બહાદુરપૂર્, તા. ચકરગઢ, જિલ્લો ઇટાવા ઉત્તરપ્રદેશ વાળાને ઝડપી લીધો હતો.

- text

પોલીસે આરોપી માનિષસિંગ પાસેથી દેશી તમંચો કી.૧૦૦૦૦ તથા બે જીવતા કારટીસ કિંમત રૂ.૧૦૦ મળી કુલ ૧૦૧૦૦ નો મુદામાલ કબ્જે કરી આર્મ્સ એક્ટ સહિતની જુદી- જુદી કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો છે.

- text