વર્ક ઇઝ વર્ષીપના મંત્રને વરેલા જિલ્લા પોલીસ વડાના પી એ જે.પી.જાડેજા નિવૃત : વિદાયમાન અપાયું

- text


મોરબી : પોલીસ વિભાગમાં હોવા છતાં સાલસ, નિખાલસ અને સરળ સ્વભાવના મોરબી જિલ્લા પોલિસ વડાના અંગત મદદનીશ જે.પી.જાડેજા (એ.એસ.આઈ.)૩૧ વર્ષ અને ૨૧ દિવસની યશસ્વી ફરજબાદ નિવૃત થતા તાજેતરમાં વિદાયમાન અપાયું હતું.

૪- ૧૨ – ૧૯૫૯ ના રોજ મોરબી જિલ્લાના વિરપરડા ગામે જન્મેલા અને ૧૯૮૦ માં પોલિસ ડિપાર્ટમેન્ટમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયેલા જુવાનસિંહ પ્રભાતસિંહ જાડેજાએ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ઉપલેટા, ધોરાજી અને જેતપુર ખાતે ફરજ બજાવી યશસ્વી કામગીરી કરી ફરજકાળ દરમિયાન ૧૬૦ થી વધુ ઇનામો મેળવેલ છે.

- text

વર્ક ઇઝ વર્ષીપ એટલે કે કામ એ જ પુજાને જીવનમંત્ર બનાવનાર જે.પી જાડેજાએ ફરજકાળ દરમિયાન ઉપરી અધિકારીઓ સાથે નિષ્ઠાથી ફરજ બજાવી અનેક ચકચારી કિસ્સાઓમાં પરિણામલક્ષી કામગીરી કરેલ છે જેમાં અનડીટેકટ ખૂન, ખૂનની કોશિશ, ધાડ, લૂંટ અને ચોરીના બનાવોમાં ખૂબ જ સારું ઇન્વેસ્ટિગેશન કરી આરોપીઓને આજીવન કેદની સજા કરાવેલ તેમજ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી નારકોટિક્સ ડ્રગના કેસ પણ શોધી કાઢવામાં સફળતા મેળવેલ છે ઉપરાંત બોગસ ડોકટર, ડુપ્લીકેટ દવા, ઇમોરલ ટ્રાફિકિંગ, અને પશુ પ્રત્યે ઘાતકી પણાના અનેક કેસોમાં કામગીરી કરેલ છે.

આ ઉપરાંત સમાજ વિરોધી પ્રવૃત્તિ કરનાર અસામાજિક તત્વોને પાસ હેઠળ જેલભેગા કરવા ધારદાર દરખાસ્ત તૈયાર કરી એન્કાઉન્ટર કેસની ન્યાયિક અને તટસ્થ તપાસ કરી પોલીસ ડિપાર્ટમેન્ટનું મોરલ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરી નિષ્ઠા પૂર્વક ફરજ બજાવવા બદલ રાષ્ટ્રપતિ એવોર્ડથી પણ સન્માન કરવામાં આવ્યું છે.

- text