હળવદના દલિત સમાજએ મહારાષ્ટ્રમાં થયેલા હુમલાના મામલે આવેદન

- text


મામલતદારને આવેદનપત્ર પાઠવી દલિતો પર થયેલા હુમલાનો વિરોધ

મહારાષ્ટ્રમા દલિતો-મરાઠા વચ્ચે બનેલી ઘટનાના ધેરા પ્રત્યાધાતો હળવદમા પડ્યા હતા.જેના ભાગરૂપે હળવદમાં તાલુકાના અનુસુચિત જાતિ દલિત સમાજ દ્વારા મામલતદારને આ બનાવને સખત શબ્દૉમાં વખોડી કાઢી આવેદનપત્ર પાઠવી વિરોધ દર્શાવાયો હતો.

- text

મહારાષ્ટ્રના પુના ખાતે આવેલ ભીમા કોરેગાવ જ્યા શુરવીર લડવૈયાઓની યાદમાં વિજયસ્તભ સ્મારક આવેલ છે. જેની દર વર્ષે સ્મારકે ઉજવણી થાય છે ત્યારે ૧ જાન્યુઆરી 18ના રોજ આ ધટનાને ૨૦૦ વષૅ પુર્ણ થતા હોય તેની ઉજવણી કરી રહ્યા.હતા તે દરમિયાન જાતીવાદી પરીબળો દ્રારા હિંસક પથ્થરમારો કર્ય હતુ જેમા એક દલીત યૂવાનનુ મોત નિપજ્યુ હતુ ત્યારેે આ મામલે દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા જેના વિરોધમાં હળવદ દલીત સમાજ દ્રારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને આ આવેદનમાં જણાવ્યુ હતુ કે આ હુમલામાં મૃતકના પરિવારજનોને વહેલામાં વહેલી તકે સહાય ચુકવવામા આવે તેવી રજૂઆત કરી હતી. તદ્ઉપરાત આ મામલે હળવદના અનુસુચિત જાતિ દલીત સમાજના આગેવાનો અને યુવાનો દ્રારા વિરોધ પ્રદર્શન કરી દોષીતો સામે કડક કાર્યવાહી કરવા ઉગ્ર માગ સાથે આવેદન આપી રજૂઆત કરવામા આવી હતી.

- text