મોરબીમાં શુક્રવારથી યુવા જ્ઞાનોત્સવનો ભવ્ય પ્રારંભ

- text


યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ત્રણ દિવસીય જ્ઞાનોત્સવ મંદબુદ્ધિના બાળકોના વાલીઓના હસ્તે ખુલ્લો મુકાશે
મોરબી : મોરબીના આંગણે શુક્રવારથી યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત યુવા જ્ઞાનોત્સવ ભવ્ય પ્રારંભ થઇ રહ્યો છે, યુવાધનને નવી દિશા ચીંધવા યોજનાર યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત આ વર્ષે તા.૫,૬ અને ૭ જાન્યુઆરીના રોજ મોરબીમાં દેશની ટોચની હસ્તીઓ મહેમાન બનાવી યુવાવર્ગને સંબોધવા આવનાર છે જેમાં બૉલીવુડ ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર, બૉલીવુડ સ્ટાર શ્રેયસ તલપડે સહિતની હસ્તીઓની સાથે જાણીતા સાહિત્યકાર સાંઈરામ દવે, જાણીતા વક્તા જય વસાવડા, સૌરભ શાહ સહિતના મહાનુભાવો મોરબીના મહેમાન બની યુવાધન માટે પ્રેરક સંબોધન આપશે.
આવતીકાલથી યુવા જ્ઞાનોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે, આ વર્ષે જ્ઞાનોત્સવનો પ્રારંભ મંદબુદ્ધિના બાળકોના વાલીઓના શુભહસ્તે કરાવી જ્ઞાનોત્સવ ખુલ્લો મુકવામાં આવશે.

શનાળા ગામ પાસે પટેલ સમાજ વાડી ખાતે યોજાનાર યુવા જ્ઞાનોત્સવમાં ૫૦૦૦થી વધુ લોકો બેસી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે અને તમામ તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે, યુવા જ્ઞાનોત્સવ માટે યંગ ઇન્ડિયા ગૃપના ગ્રુપ મેમ્બરો દિવસ રાત એક કરી જહેમત ઉઠાવી રહ્યા છે.

- text

યુવા જ્ઞાનોત્સવમાં દરરોજ વિશેષ મહાનુભાવો પ્રેરક ઉદબોધન કરશે જેમાં પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહ બાદ જાણીતા કોલમિસ્ટ અભિમન્યુ મોદી યુવાનોને પૈસો, પૈસો, અને પૈસો : સાંપ્રત ધર્મબોધ અને અર્થબોધ વિશે યુવાઓને સંબોધશે બાદમાં વકતૃત્વ સ્પર્ધા યોજાશે અને ત્યાર બાદ જાણીતા વક્તા જય વસાવડા સાહસનો રોમાંચ વિષય પર પોતાનું વક્તવ્ય આપશે અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ચૈતન્યસ્વરૂપ સ્વામીજી જીવન એક રંગભૂમિ વિષયને લઈ વક્તવ્ય આપશે ત્યારબાદ આરજે ધ્વનિત આજનો યુવાન અને આવતીકાલ વિશે વક્તવ્ય આપશે અને જાણીતા હાસ્ય કલાકાર અને શિક્ષણવીદ સાંઈરામ દવે આજના સમયમાં બાળકોના શિક્ષણમાં વાલીની ભૂમિકા અને જાગૃતિ વિષય પર વક્તવ્ય આપશે.

આમ આવતીકાલે શુક્રવારથી સતત ત્રણ દિવસ સુધી મોરબીના આંગણે માં સરસ્વતી બિરાજમાન થશે અને યુવાઓને અસ્ખલિત વક્તવ્ય સાંભળવાનો સોનેરી મોકો મળશે.

- text