મોરબીમાં નળિયાંના ભુક્કા અને ઘૂળના બને છે સિમેન્ટ રોડ !!

- text


નગરપાલિકાના વોર્ડ નંબર -૨ ના સદસ્યની ચીફ ઓફિસરને ચોકવનારી ફરિયાદ : બહારના એન્જીનીયર મારફતે તપાસ કરવા માંગ

મોરબી : ભ્રષ્ટાચારથી ખદબદતી મોરબી નગર પાલિકામાં સરકારના કરોડો રૂપિયા હજમ કરવા અધિકારીઓ અને પદાધિકારીઓની મિલિભગતથી સીસી રોડ બનવવામાં કૌભાંડ ચાલી રહ્યું હોવાની ખુદ પાલિકાના ચૂંટાયેલા સદસ્યએ ફરિયાદ કરતા સનસનાટી મચી ગઇ છે ચોકવનારી બાબત તો ર છે કે સિમેન્ટ રોડ બનાવવામાં નીચે નળિયાંનો ભુક્કો અને ધૂળ નાખવામાં આવતા આ મામલે તપાસ કરવા માંગણી ઉઠવાઈ છે.

મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર – ૨ ના સદસ્ય ઇદ્રિશભાઈ મેપાભાઈ જેડાએ મોરબી પાલિકાના ચીફ ઓફિસરને સ્ફોટક પત્ર લખી જણાવ્યું છે કે હાલમાં વોર્ડ નંબર -૨ માં સીસી રોડના કામ ચાલી રહ્યા છે જેમાં મદિના સોસાયટી, સ્મશાનનો પાછળનો ભાગ, રોહિદાસ પરા, અમરેલી રોડ સહિતના જુદા -જુદા કામોમાં ભયંકર ભ્રષ્ટાચાર આચરિ કોન્ટ્રાક્ટર અને પવડીના અધિકારીઓ સરકારના કરોડો રૂપિયા હજમ કરી રહ્યા છે.

- text

વધુમાં ઇંદ્રિશભાઈએ જણાવ્યું હતું કે કોન્ટ્રાકટર દ્વારા આ સીસી રોડના કામ નિયમ અને ટેન્ડર શરતો મુજબ કરવાને બદલે નળિયાં અને ધૂળનું મોક્સિંગ કરી હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવી રહ્યું છે, અને આ કૌભાંડમાં નગરપાલિકાના ઉચ્ચ સતાધીશો પણ સામેલ હોવાનો તેમને આક્ષેપ કર્યો હતો.

દરમિયાન આવા હલકી ગુણવતાના કામ તાકીદે અટકાવી કોન્ટ્રકટરના બિલો નહીં ચૂકવવા માંગ કરી બહારના એન્જીનિયરો મારફતે નવા બનેલા રોડની તપાસ કરી સરકારના નાણાંનો દુરુપયોગ થતો રિકવા અંતમાં તેમને જણાવી જો પગલાં નહિ લેવાય તો કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી પણ તેમને ઉચ્ચારી હતી.

 

- text