મોરબી જિલ્લામાં પાલિકા અને પંચાયતી ચૂંટણીની તૈયારી શરૂ : રાજકીય ગરમાવો

- text


હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી,માળીયાની પેટા અને ૧૪ ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી માસે યોજાઈ તેવી શકયતા

મોરબી : હળવદ નગરપાલિકાની સામાન્ય અને માળીયા મિયાણા પાલિકાની પેટા ચૂંટણી ચાલુ માસના અંત સુધીમાં જાહેર થાય તેવી શકયતા વચ્ચે આગામી માસે મોરબી જિલ્લાની ૧૪ ગ્રામપંચાયતોની સામાન્ય અને તાલુકા પંચાયતની એક બેઠકની પેટ ચૂંટણી યોજવાની શક્યતા જોવાઇ રહી છે.

સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ નગરપાલિકાની મુદત પૂર્ણ થતાં ચાલુ માસના અંતમાં અથવા તો આગામી માસે સામાન્ય ચૂંટણી યોજાશે એ જ રીતે માળીયા મિયાણા પાલિકાની એક બેઠક ખાલી પડી હોય પેટા ચૂટણી યોજવા તૈયારીઓનો ધમધમાટ શરું થયો છે.

- text

વધુમાં નગરપાલિકાઓ સાથે સાથે તાલુકા પંચાયતમાં નવા ઘનશ્યામગઢ બેઠક ખાલી પડી હોય એ બેઠકની પેટા ચૂંટણી તેમજ જિલ્લામાં ૧૪ ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થતાં આવી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે જેમાં ગજડી, ભડિયાદ, બિલિયા, ધુનડા, ધૂળકોટ, આમરણ, ડાયમંડનગર, રામપરા (પા), ઊંટબેટ (શા), જીંજુડા, જીવાપર, કેરાળી અને બેલા ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા તૈયારીઓ શરૂ થઈ છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિધાનસભા ચૂંટણીમાં મોરબી જિલ્લામાંથી ભાજપના સુપડા સાફ થઈ ગયા હોય ગ્રામપંચાયતોની પાયાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય ગરમાવો આવ્યો છે અને ભાજપ- કોંગ્રેસ દ્વારા હોવી ગ્રામ પંચાયત અને પાલિકા કબ્જે કરવા એડી ચોટીની તાકાત લગાડાશે.

- text