અપહરણના ગુન્હામાં ૧૨ વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

- text


ગાંધીનગરના રામનગરમાંથી મોરબી એસઓજીના હાથે ઝડપાયો આરોપી

મોરબી : મોરબી એસઓજી ટીમે મોરબી તાલુકા પોલીસ મથકના અપહરણના ગુન્હામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને ગાંધીનગરના રામનગરમાંથી ઝડપી લીધો હતો.

જાણવા મળ્યા મુજબ મોરબી તાલુકા પોલિસ મથકમાં વર્ષ ૨૦૦૫ માં આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ ના ગુન્હાના કામે નાસતા ફરતા ઘનશ્યામભાઈ કાનજીભાઈ પટેલ ઉ. ૩૫ ગાંધીનગર જિલ્લામાં હોવાની બાતમી એસઓજી સ્ટાફને મળતા એસઓજી સ્ટાફે બાતમીને આધારે કલોલ તાલુકાના રામનગર ગામે ડુંગરાવાળા વાસમાં છાપો મારી આરોપીને ઝડપી લીધો હતો અને તાલુકા પોલીસને સોંપ્યો હતો

- text

આ કામગીરી મોરબી એસ.ઓ.જી. પીઆઇ એસ.એન.સાટીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના એ.એસ.આઈ અનિલભાઈ ભટ્ટ, પો.હેડ.કોન્સટેબલ શંકરભાઇ ડોડીયા, કિશોરભાઈ મકવાણા,પ્રવીણસિંહ ઝાલા, જાડેજા,જયસુખભાઈ વસીયાણી,ફારૂકભાઈ પટેલ પટેલ,નરેન્દ્રસિંહ જાડેજા,ભરતસિંહ ડાભી,ધર્મેન્દ્રભાઈ વાઘડિયા,તથા વિજયભાઈ ખીમાણિયા સહિતનાઓએ કરી હતી.

- text