મોરબીમાં પોસ્ટ ઓફિસ સ્ટાફની દાદાગીરી અંગે ઉચ્ચકક્ષાએ ફરિયાદ

- text


મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બુજુર્ગો સામે મનમાની કરતા સ્ટાફ વિરુદ્ધ કરી રજુઆત

મોરબી : મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસના સ્ટાફ દ્વારા ગ્રાહકો સાથે ઉદ્ધત વર્તનબકારી બિન જરૂરી કામોમાં પણ ફરજીયાત પણે ખાતાધારકોને હાજર રાખવા દાદાગીરી કરવામાં આવતા આ મામલે પોસ્ટમાસ્તર જનરલ અમદાવાદને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ, રીકરીંગ યોજના, એન.એસ.સી, કે.વી.પી જેવી યોજનાઓમાં નાણાં ઉપાડવા તેમજ અન્યબકામો માટે જે તે વ્યક્તિને ફરજિયાત હાજર રાખવા આગ્રહ કરી લોકોનો સમય બગાડવામાં આવતો હોવાથી આ મામલે ચેમ્બર પ્રમુખ બેચરભાઈ હોથી અને સેક્રેટરી ડી.ડી ભોજાણી દ્વારા અમદાવાદ પોસ્ટમાસ્તર જનરલને ફરિયાદ કરવામાં આવી છે.

- text

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પોસ્ટ કર્મચારીઓની દાદાગીરી સંદર્ભે રાજકોટ પોસ્ટ માસ્તરને અનેક વખત રજુઆત કરવા છતાં પ્રશ્ન ન ઉકેલાતા આખતે પોસ્ટમાસ્તર જનરલને રજુઆત કરવામાં આવી છે, પોસ્ટ કર્મચારીઓની દાદાગીરીને કારણે વડીલો અને બુજુર્ગો ખુબ જ હેરાન થતા હોય તાકીદે પોસ્ટલ સ્ટાફની મનમાની બંધ કરાવવા રજુઆતમાં જણાવ્યું છે.

- text