મોરબી નવયુગ લો કૉલેજ : પત્રકાર સહિત છ સ્ટુડન્ટે જિલ્લામાં ટોપ ફાઈવમાં સ્થાન મેળવ્યું

- text


મોરબી : મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ દ્વારા લો કોલેજ શરૂ કર્યાના પ્રથમ વર્ષે જ ડંકો વગાડ્યો અને સમગ્ર જિલ્લામાં ટોપ ફાઈવમા નવયુગ લો કૉલેજ ના વિદ્યાર્થીઓ ઝળક્યા છે.

- text

લો ફર્સ્ટ સેમેસ્ટરનું રિઝલ્ટ આવતા મોરબી નવયુગ લો કોલેજના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ મેદાન મારી ગયા છે, જેમા મોરબી જીલ્લામા વિડજા મિત્તલ દિપકભાઈએ ૭૧.૪૦ ટકા સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે, દ્વિતિય નંબર પર ૭૧.૨૦ ટકા સાથે ડાંગર મેઘના કનુભાઈ, તૃત્તિય નંબર પર ૭૧ ટકા સાથે અમૃતિયા કાજલ મનસુખભાઈ અને કુંડારીયા ધારા વાણુભાઈ, ચતુર્થ નંબર પર ૭૦ ટકા સાથે ગોલતર મોનીકા રમેશભાઈ અને પાંચમા નંબર પર ભાડજા નિરાલી મનસુખભાઈ અને જોશી અતુલકુમાર મુકુંદરાય ૬૯.૪૦ ટકા સાથે ઉત્કૃષ્ઠ પરિણામ લાવ્યા હતા.
આ સિવાય નવયુગ લો કૉલેજમાંથી ૬૫થી વધુ ટકા મેળવનાર ૩૦ વિદ્યાર્થીઓ,અને ૬૦ ટકા થી વધુ મેળવનાર ૧૭ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
નવયુગ લૉ કૉલેજ ના પ્રિન્સીપલ ડૉ. હેતલ ઉનડકટ અને પ્રોફેસર ડૉ.હિતેશ ઝાલાએ જણાવ્યુ હતુ કે લૉ એટલે કે કાયદા નો કોર્ષ વિશ્વ નો સૌથી મોટો કોર્ષ છે જેમા ગ્રેજ્યેટ થયા બાદ વધુ ત્રણ વર્ષ એટલે કે છ સેમેસ્ટર પાર કરવા પડે છે જેમા પ્રથમ સેમેસ્ટર મા જ આટલુ સારૂ રિઝલ્ટ આવ્યું છે તે વિદ્યાર્થીઓની મહેનતને આભારી છે.

- text