નેશનલ મેડિકલ કમિશનના વિરોધમાં આજે મોરબીની તમામ હોસ્પિટલો બંધ

- text


કેન્દ્ર સરકારના કાળા કાયદાના વિરોધમાં બ્લેક ડે જાહેર કરી તબીબોએ કર્યો ઉગ્ર વિરોધ

મોરબી : કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત નેશનલ મેડિકલ કમિશન બિલ ૨૦૧૭નો વિરોધ કરી આજે દેશભરના તબીબોએ બ્લેક દે જાહેર કરતા મોરબીની તમામ હોસ્પિટલો, દવાખાને કેન્દ્રના કાળા કાયદા વિરુદ્ધ બંધ પાડી ઉગ્ર વિરિધ નોંધાવ્યો હતો.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબીના પ્રમુખ ડો.સુનિલ અખાણી અને મંત્રી ડો.જે.એલ.દેલવાણીયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત એનએમસી બિલ ૨૦૧૭ના વિરોધમાં આજે મોરબી શહેરના તમામ દવાખાના અને હોસ્પિટલો સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધી બંધમાં જોડાયા છે. ફક્ત ઇમરજન્સી કેસની સારવાર ચાલુ રહેશે.

- text

વધુમાં આજના દિવસને દેશભરમાં આઈએમએ દ્વારા કાળા દિવસ તરીકે મનાવવામાં આવ્યો છે અને આ નેશનલ મેડિકલ કમિશન બિલ પાછું નહિ ખેંચાયતો આવનાર દિવસોમાં આ આંદોલન હજુ વધુ ઉગ્ર બનશે.

ઉલ્લેખનીય છે કે આ બીલના વિરોધમાં રાજ્યભરના તમામ જિલ્લાઓમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સંસદ સભ્યોને આવેદનપત્ર આપવમાં આવ્યા છે અને સંસદમાં રજુઆત કરવા પણ જણાવ્યું હોવાનું આઈએમએ મોરબીના હોદ્દેદારોએ જણાવ્યું હતું.

- text