મોરબીમાં બાળ કેળવણી અંગે બાળ રોગ નિષ્ણાત ડો.સતીષ પટેલે આપ્યું માતાઓને માર્ગદર્શન

- text


મોરબી : આજના આધુનિક સમયમાં બાળકોના જીવન ઘડતરમાં માતાઓની ખૂબ જ મહત્વપૂર્ણ ભુમિકા હોવાનું સરળ ભાષામાં સમજાવવા મોરબીમાં બાળકોના ઘડતર અંગે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરાયું હતું.

એક છોડને ઉછેરવા યોગ્ય સમયે પાણી, ખાતર, માવજત અને જરૂરી દવાની જરૂર પડે તેવી જ રીતે બાળકના ઘડતર માટે ફક્ત ફક્ત સારી સ્કૂલમાં એડમિશનથી જ વાત પૂર્ણ નથી થતી કઈક આવા જ કારણો સર મોરબીના ઘૂંટુ (જનકપુર) સવજીકાકા હોલ ખાતે બાળ કેળવણી જાગૃતિ માટે વૈચારિક સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં બાળરોગ નિષ્ણાત ડો.સતિષભાઈ એન.પટેલ બપોરે ત્રણ વાગ્યે બહેનો માતાઓને માર્ગ દર્શન પૂરું પાડયુ હતું.

આ સેમિનરમ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા, આ તકે પ્રીન્ડ સીરામીક ગ્રુપ, નિલ્સન સીરામીક, વેન્ચર ટ્રેડિંગ, નવોદય વિદ્યાલય, નવસર્જન વિદ્યાલય, મનીષભાઈ સોરીયા અને દયારામભાઈ સોરીયાના સહયોગથી બહેનો માતાઓને સતિષભાઈ પટેલનુ પુસ્તક બાળકોનો ઉછેર બે હાથમાં ભેટ આપવામાં આવ્યું હતું.

- text

આ સેમિનારમાં ડો, સતિષભાઈ પટેલે બાળકોના ચારિત્ર્ય ઘડતર અને સર્વાંગી વિકાસ માટે કેવી કાળજી લેવી તેમજ બાળકોના ઉછેરની તમામ બાબતો અંગે ખૂબ જ સુંદર માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. આ સેમિનાર દરમિયાન બાળકોના ઘડતરને લઈ સચોટ પ્રશ્ન કરનાર બહેનોને ઇનામ પણ અપાયા હતા.

સમગ્ર આયોજનને સફળ બનાવવા મોરબી તાલુકા શાળા નંબર -૨ ના આચાર્ય, નવોદય વિદ્યાલય અને નવસર્જન વિદ્યાલયના ત્રાસીઓ દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text